સોનગઢ નગરપાલિકા કચેરી વિસ્તાર વોર્ડ નં.૧થી ૭ના ગુજરાત સરકારશ્રીના દશમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ તા.૦૯/૧૦/૨૦૨૪ના રોજ સોનગઢ નગરપાલિકા દ્વારા જયબાગ સિનિયર સિટીજન હોલ ખાતે યોજવામાં આવેલ હતો. જેમા સોનગઢ નગરપાલિકાના વહીવટદારશ્રી અને મામલતદારશ્રી સોનગઢ, ચીફ ઓફીસરશ્રી સોનગઢ નગરપાલિકા, સી.ડી.પી.ઓ.શ્રી-આઈ.સી.ડી.એસ., ઉપસ્થિત રહી સેવા સેતુ કાર્યક્રમાં મળવાપાત્ર લાભો નગર વિસ્તારના ૧થી ૭ વોર્ડના તમામ નાગરીકોને મળી રહે તે બાબતે નગરજનોને માહિતગાર કરવામાં આવેલ તથા ૧૩ વિભાગોના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને સ્થળ પર આવેલ અરજીઓનો ૧૦૦ ટકા નિકાલ કરી સરકારશ્રીની આ યોજનાઓનો લાભો સામાન્ય માણસને મળી રહે તે બાબતે સુચનાઓ આપવામાં આવેલ હતી.
આ કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકા વિસ્તારના ૩૮૮ જેટલા નગરજનો ઉપસ્થિત રહેલ હતા. જેમાં (૧) સામાન્ય વહીવટ વિભાગમાં આધાર કાર્ડ, આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન (૨) અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગમાં–રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ કમી કરવું અને નામમાં સુધારો કરવો (૩) પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, મિલકત આકારણીના ઉતારો, જન્મ-મરણના પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર વિગરે લાભો લાભાર્થીઓને આપવામાં આવેલ છે. તેમજ સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરવા બાબતે સુચન કરેલ જે અન્વયે ઉક્ત સેવાસેતુ કાર્યક્રમમાં ‘વિકાસ સપ્તાહ-૨૦૨૪’ની ઉજવણીના ભાગરૂપે તમામ લાભાર્થીઓ સહિત માન. મહેમાનો અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને ભારત વિકાસ પ્રતિજ્ઞા ગ્રહણ કરાવવામાં આવેલ છે. દસમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં ૪૫૬ જેટલા લાભાર્થીઓએ ઉપરોકત ૧૩ વિભગોના ૫૬ જેટલી યોજનાઓનો લાભ લઈ સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500