Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ડાંગના તમામ ખેડૂતોને ઓનલાઈન એન્ટ્રી પૂર્ણ કરવા અનુરોધ..

  • February 21, 2019 

તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:રાજ્યના મુખ્ય સચિવશ્રી ર્ડા.જે.એન.સિંહ ના અધ્યક્ષ સ્થાને તા.૨૦-૦૨-૧૯ ના સાંજે ૪-૦૦ કલાકે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં તમામ જિલ્લા કલેકટરો સાથે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાઓમાં થઇ રહેલી કામગીરીની એ સમીક્ષા કરી હતી. શ્રેષ્ઠ કામગીરી કરતા જિલ્લાઓ પૈકી માન.સચિવશ્રી એ ટીમડાંગને પણ અભિનંદન આપ્યા હતા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વધુમાં જિલ્લામાં વધુને વધુ ખેડૂતો ને લાભ મળી રહે તે માટે જિલ્લા કલેકટરોને સૂચન કર્યું હતું.  પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ડાંગ જિલ્લાના બે હેકટર થી ઓછી જમીન ધરાવતા તમામ ખેડૂત ભાઈઓ-બહેનોને ઓનલાઈન એન્ટ્રી બે દિવસમાં પૂર્ણ કરવા માટે ગામના તલાટીશ્રીઓનો ઝડપથી સંપર્ક કરવા જિલ્લા કલેકટરશ્રી એન.કે.ડામોરે અનુરોધ કર્યો હતો.વધુમાં શ્રી ડામોરે જિલ્લા ખેતીવાડી અધિકારી, બાગાયત અધિકારી,જિલ્લા રજીસ્ટ્રાર સહિત સબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી કે નાનામાં નાના તમામ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહે તેવા પ્રયાસો કરવા અને છેવાડાનો કોઈપણ લાભાર્થી સરકારશ્રીની આ યોજનાથી વંચિત ન રહી જાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોરે વિગતો આપતા જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં કુલ ૨૫૦૨૩ ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવાને પાત્ર થાય છે જે પૈકી ૨૦૨૧૧ ખેડૂતોની ડેટા એન્ટ્રી પૂર્ણ થઇ ગઇ છે. અને કિસાન પોર્ટલ ઉપર માહિતી અપલોડ કરી દેવામાં આવી છે.બાકી રહેતા ખેડૂતો એ જે તે ગામમાં તલાટીઓને મળી બેન્ક એકાઉન્ટ તેમજ આધારકાર્ડ જેવા પુરાવાઓ લઇ ગ્રામ પંચાયતમાં ચાલતા વીસીએ સેન્ટર પર જઇ ડેટા એન્ટ્રી કરાવી લેવી.આ કામગીરી માટે સબંધિત અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.એફ.આર.સી.હેઠળ મળેલ ૨ હેકટરથી ઓછી જમીન વાળા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઇ શકશે.આહવા તાલુકામાં ૩૪,વધઈ-૨૯ અને સુબીર-૨૨ સ્થળોએ ડેટા એન્ટ્રી ઓપરેટરો ઓનલાઈન એન્ટ્રીની કામગીરી કરી રહયા છે.જે લોકો સ્થળાંતર કરી બહાર ગયેલ હોય તેવા લોકોને પણ સરકારશ્રીની યોજનાનો લાભ સત્વરે મળી રહે તેવા સુચારૂ પ્રયાસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application