Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડીસીપી ક્રાઇમ-સૂરતના પીએસઆઇ સામે એફઆરઆઇ દાખલ કરવા સાથે ધરપકડ વોરંટ જારી કરતી ન્યાયપાલિકા

  • February 08, 2019 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે કાર્યરત ત્રીજી એડિશનલ ડિસ્ટ્રીક્ટ કૉર્ટમાં સેશન્સ કેસ નં.૭/૨૦૧૮ અંતર્ગત સી.આર.પી.સી. કલમ-૩૧૧ હેઠળ કોર્ટના સાક્ષી તરીકે ઉપસ્થિત રહેવાના સમન્સને નજર અંદાજ કરીને,ન્યાયપાલિકાની અવગણના કરવા બદલ,સૂરત ચોક બજાર સ્થિત સી.આઇ.ડી. ક્રાઇમના પી.એસ.આઇ. બી.બી.ભોલા સામે ન્યાયપાલિકાએ લાલ આંખ કરી,તેમની ધરપકડ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર આહવાના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા કોર્ટ તથા કોર્ટ કાર્યવાહી સામે ઉદ્ધતાઇભર્યુ વલણ દાખવનારા પોલીસ અધિકારીને, એક સરકારના જવાબદાર અમલદારને છાજે નહીં તેવા વાણી,વર્તન અને વ્યવહાર બદલ આડે હાથે લેવામાં આવ્યા છે.ગત તા.૩૧/૧/ર૦૧૯ના રોજ ઇસ્યૂ કરેલ સમન્સનો કોઇપણ લેખિત કે મૌખિક જાણ કર્યા વિના જાણીબુઝીને અનાદર કરીને,કોર્ટમાં હાજર ન રહી કોર્ટ તથા પ્રવર્તમાન કાયદાઓનો અનાદર કરવા સાથે,ખૂબ જ ઉદ્ધતાઇપૂર્વક સરકારી વકિલને વોરંટ કાઢવાનુ જણાવતા, આહવા ન્યાયપાલિકાના ન્યાયાધિશશ્રીએ આઇ.પી.સી. કલમ-૧૭૪ મુજબ તેમની સામે ગુન્હો કેમ દાખલ ન કરવો,સાથે સમરી પ્રોસીડીંગ્સ કરાવી, કાયદામાં નિયત સજા સહિત ક્રિમીનલ કન્ટેમ્ટની કાર્યવાહી કેમ ન કરવી તે બાબતની નોટીસ સાથે,ધરપકડ વોરંટ જારી કરવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત સૂરત પોલીસ કમિશનરશ્રીને સી.આર.પી.સી. કલમ-૭૨, ૭૭,૭૮,૭૯,૮૦ અને ૮૧ મુજબ બી.બી.ભોલાની ધરપકડ કરી યોગ્ય પગલા લેવાની જાણ પણ કરવામાં આવી છે.વધુમાં આવા બેજવાબદાર પોલીસ અધિકારી સામે ડીપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી હાથ ધરી,તે અંગેની જાણ કોર્ટને કરવાનું પણ સૂરત પોલીસ કમિશનર સહિત ગુજરાત રાજ્યના ડી.જી.શ્રીને પણ જણાવાયુ છે.કોર્ટના આ કડક રવૈયાથી ન્યાયપાલિકાની અવગણના કરતા અમલદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.(સાંકેતિક તસ્વીર)  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application