નવી દિલ્હી:કેન્દ્રીય સામાજીક ન્યાય તથા અધિકારિતા મંત્રાલયએ મોટું પગલુ લેતા તમામ રાજયોના પ્રમુખ સચિવોને લેખિત આદેશ આપ્યા છે કે હવે સરકારી સ્તર પર કે કયાંય પણ દલિત શબ્દનો પ્રયોગ નહીં કરવામાં આવે.આ સંબંધે પત્ર જાહેર કરી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
કેન્દ્ર સરકારે મધ્યપ્રદેશ કોર્ટ દ્વારા આ પગલું ઉઠાવ્યું છે. ડો મોહન લાલ માહૌરે મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને આ અરજી પર તેમણે દલિત શબ્દના પ્રયોગ પર વાંધો દર્શાવતા તેના પર પ્રતિબંધની માગ કરી હતી.કેન્દ્રએ હવે સરકારી દસ્તાવેજથી લઈને કોઈપણ પત્રાવલીમાં દલિત શબ્દનો પ્રયોગ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.મોદી સરકારે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા ૨૧ જાન્યુઆરીએ અપાયેલા નિર્ણય અનુસાર સરકારી દસ્તાવેજો અને કોઈ અન્ય જગ્યાઓ પર દલિત શબ્દનો પ્રયોગ કરવા પર રોક લગાવી છે.મધ્યપ્રદેશ હાઈકોર્ટનો હવાલો આપતા કેન્દ્રએ તમામ પ્રદેશોમાં આ શબ્દના પ્રયોગ પર પ્રતિબંધ કરાવ્યો છે.હવે કોઈપણ અનુસૂચિત જાતિના વ્યકિતની આગળ તેની જાતિનું જ નામ લખાય તેવું સરકારે અનિવાર્ય કરી દીધું છે.પહેલા તત્કાલીન સરકારે ૧૦ ફેબ્રુઆરી ૧૯૮૨એ નોટિફિકેશન જાહેર કરી હરિજન શબ્દ પર પ્રતિબંધ લગાવ્યો હતો. હવે હરિજન બોલવા પર સખ્ત સજાની જોગવાઈ છે, પરંતુ હજુ તે બાબત સ્પષ્ટ નથી કે દલિત શબ્દના પ્રયોગ પર કેટલી સજાની જોગવાઈ કરાઈ છે.મંત્રાલય દ્વારા પ્રમુખ સચિવને લખાયેલા પત્રમાં કહેવાયું છે કે દલિત શબ્દનો પ્રયોગ સંવિધાનમાં કયાંય નથી. ઉલ્લેખનીય છે કે તેના પહેલા ૧૯૯૦માં આ પ્રકારનો એક આદેશ જાહેર થયો હતો જયારે સરકારે દસ્તાવેજોમાં અનુસૂચિત જાતિના લોકો માટે ફકત જાતિ લખવાના નિર્દેશ આપ્યા હતા.હાઈકોર્ટના ગ્વાલિયર બેચએ એક જનહિત અરજી પર સુનાવણી કરતા દલિત શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાના આદેશ કર્યા હતા.ઉલ્લેખનીય છે કે દલિત શબ્દ ઘણો ચર્ચામાં રહ્યો છે સાથે જ આ શબ્દ પર રાજકારણ પણ ઘણું રમાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application