વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:સુરત નાસિક વચ્ચેનો ભારતમાલા પ્રોજેક્ટ હાલ સ્થગિત કરાયો છે,ડાંગ જિલ્લામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રોજેક્ટ સ્થગિત હોવાનું જણાવ્યું હતુ.આ મામલે સીએમએ જણાવ્યુ હતું કે ,લોકોને નુકશાન ન થાય એ રીતે પ્રોજેકટનું આયોજન કરાશે.અત્રે ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં નવસારી જિલ્લા માંથી સુરતથી અહમદનગર વચ્ચે શરૂ થયેલ ભારતમાલા હાઈવેના પ્રોજેકટને લઈ ખેડૂતોનો વિરોધ શરૂ કર્યો હતો.નવસારી જિલ્લામાં આ હાઈવેને લઈ એક એજન્સી દ્વારા સર્વે પણ હાથ ધરાયો હતો જે સર્વે દરમિયાન અનેક જગ્યાએ ખેડુતો દ્વારા વિરોધ કરાયો હતો નવસારી ખાતે નવસારી અને જલાલપોરના ખેડુતો વાંસદા ખાતે ચીખલી અને વાંસદાના ખેડૂતો એકત્ર થઈ રેલી યોજી હતી.જેમાં નવસારી ખાતે ખેડૂતો સુખડનો હાર પહેરી રેલીમાં જોડાયા હતા અને જિલ્લા કલેકટરને આવેદનપત્રની સાથે સુખડનો હાર પણ આપ્યો હતો.વાંસદા ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જોકે,આ મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુકે,લોકોને નુકશાન ન થાય એ રીતે પ્રોજેકટનું આયોજન કરાશે.ભારતમાલા પ્રોજેક્ટ હાલ સ્થગિત કરાયો હોવાનું જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application