Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:તત્કાલીન ડે.મામલતદાર લાંચ કેસમાં નિર્દોષ જાહેર થયા

  • April 12, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાની કલેકટર કચેરી ખાતે વર્ષ ૨૦૦૮માં સલીમ લોહિયા ડે.મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા.તે સંયમ દરમિયાન એમની પર ભરૂચ ACB એ લાંચ લેવા મુદ્દે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આ કેસનો ૯ વર્ષ બાદ ચુકાદો આવ્યો જેમાં સલીમ લોહિયા લાંચ કેસમાં નિર્દોષ પુરવાર થયા છે. મળતી માહિતી મુજબ ૩૧/૭/૨૦૦૮ ના રોજ ભરૂચ ACBએ નર્મદા કલેકટર કચેરીમાં ડે.મામલતદાર તરીકે ફરજ બજાવતા સલીમ લોહિયા વિરુદ્ધ પ્રિવેનશન ઓફ કરપ્શન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.આ ગુના મામલે ACB રાજપીપળા (ફાસ્ટટ્રેક) કોર્ટમાં કેસ ચાલી જતા ટ્રાયલ કોર્ટે સલીમ લોહીયાને કસૂરવાર ગણી સજા ફટકારી હતી.આ બાબતે સલીમ લોહીયાએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા ગુજરાત હાઇકોર્ટે સલીમ લોહીયા આ કેસમાં ષડયંત્રનો ભોગ બન્યા હોવા ઉપરાંત ગુનેગાર પુરવાર ન થતા હોવાની રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી.અને આ ગુનામાં એમને નિર્દોષ પુરવાર કરતો ચુકાદો આપ્યો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે સલીમ લોહિયા અત્યારે વકીલ તરીકે પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. high light-વર્ષ ૨૦૦૮માં ભરૂચ ACB એ સલીમ લોહિયા વિરુદ્ધ લાંચ મુદ્દે ગુનો નોંધ્યો હતો,રાજપીપળા કોર્ટે એમને કસૂરવાર ઠેરવી સજા કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application