વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:ડાંગ જિલ્લા ના મુખ્ય મથક આહવા અને પ્રવેશ દ્વાર વઘઈ ખાતે મકરસંક્રાંતિ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.ડાંગ જીલ્લા ના પ્રવેશ દ્વાર વધઇ અને આહવા માં મકરસંક્રાંતિ ની ભારે ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી જે મકરસંક્રાતિ ઉજવણી નિમિત્તે લોકો આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવી વ્હેલી સવારથી પતંગ ચગાવવાની મોજ માણી હતી,જેમા જીલ્લામાં સમગ્ર આકાશ જાણે મેઘધનુષ જેવો રંગ ધારણ કર્યો હોય એમ સવારથી લઇ મોડી સાંજ સુધી જાણે પતંગ ચગાવી,યુવાનો,મોટેરાઆે,બાળકો સહિતના મહિલાઓએ અગાસી પર ચડી ડી.જે.ના તાલે સાથે ઝુમી ઉતરાણ ના તહેવારને ઉત્સાહભેર માણ્યો હતો.જયારે પતંગની અવનવી વેરાયટી સાથે,લોકો પોતપોતાની અગાસી પર ચડીને અવનવી પતંગો આકાશમાં ચગાવી ઉતરતણના પર્વ ને માણયો હતો અને પતંગ રસીયાઓએ દિવસભરમાં શેરડી,ચીકી,લાડુ,ઉંધીયું અને જલેબી જેવી વાનગી આરોગી ડીજેના સૂરો સાથે બાળકો-મોેટેરાઆેએ મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહથી ઉજવણી કરી હતી..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500