વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:વઘઇ તાલુકા મથક ખાતે વનવિભાગ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પક્ષી બચાવો અંતર્ગત કરૂણા અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રેલીમાં તાલુકા શાળા ના વિદ્યાથીર્ઓ તેમજ શિક્ષકો અને ફોરેસ્ટ સ્ટાફ સાથે મળી ને વધઇ ચાર રસ્તા થી વધઇ નગરના મુખ્યમાર્ગ પર થઈ પક્ષી બચાવો ના જુદા-જુદા નારાઓ,બેનરો દ્વારા લોકજાગૃતિ માટે રેલી યોજાઈ હતી.આ બાબતે જીલ્લા તંત્ર દ્વારા પણ અગાઉ લોકોમાં જાગૃતિ અભિયાન કાર્યક્રમનો પ્રચાર- પ્રસાર મિડીયા દ્વારા કરવામાં આવ્યો હતો.આ તકે મોટી સંખ્યામાં વધઇ નગરના સ્કૂલના વિદ્યાર્થીઓ,શિક્ષકો સહિત ફોરેસ્ટ સ્ટાફ જોડાઇ ને રેલીનુ આયોજન કરી પશુ પક્ષીઓ બચાવો અભિયાન ગુજરાત સરકાર ના અંતર્ગત ને સફળ બનાવવામાં દક્ષિણ ડાંગ વન-વિભાગના સબ ડીએફો રબારી દ્વારા ગુજરાત સરકાર અને વન્ય પશુ પક્ષીઓ માટે લોકોમા જાગૃતિ લાવવા વધઇ નગર ખાતે રેલીનુ આયોજન કરી ડાંગ જિલ્લામાં તા.૧૦ થી ર૦ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન માટે અબોલ પશુપંખીઓને બચાવવા માટે હેલ્પલાઇન નંબર ૧૯૬૨ જારી કરાયો હતો.જયારે ઉત્તરાયણના તહેવારોને અનુલક્ષીને પતંગ દોરી સહિત પ્રતિબંધિત ચાઇનીઝ માંજા, તુક્કલ/ફાનસ વિગેરેને કારણે ધાયલ થતા અબોલ પશુપંખીઓને બચાવવા માટે અમલી કરૂણા અભિયાન અંતર્ગત, ડાંગ જિલ્લામાં પણ રાજ્ય સમસ્તની જેમ આગામી તા.૧૦ થી ર૦ જાન્યુઆરી, ૨૦૧૯ દરમિયાન આ અભિયાન અમલી બનાવાયુ છે.દરમિયાન પતંગ દોરી વિગેરેથી ધાયલ થતા મુંગા પશુપંખીઓની તાત્કાલિક સારવાર કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા હેલ્પલાઇન નંબર ૧૯૬૨ પણ જારી કરાયો છે.આ ઉપરાંત ડાંગ વન વિભાગના ટેલિફોન નંબર ૦૨૬૩૧-૨૨૦૩૦૫ (કંટ્રોલ રૂમ) ઉપર પણ ધાયલ પશુપંખીઓની વિગતો આપી શકાશે.વન વિભાગની ૧૬ રેંજ ઓફિસો આ અભિયાનમાં મદદરૂપ થઇ શકે તે માટે વન અધિકારીઓ તેમની ટીમ અને વાહન સાથે સેવારત રહેશે.પશુપાલન વિભાગની પશુ એમ્બ્યુલન્સ પણ આ અભિયાનમાં અગ્રેસર કામગીરી કરશે.જેના અંતર્ગત વધઇ ખાતે
કરૂણા અભિયાન માટે અબોલ પશુપંખીઓને બચાવવા માટે વન વિભાગ ના કર્મચારી અને આર.એફ.ઓ ,સબ ડીએફો ડીએફોએ આ રેલીમાં ભાગ લઇ લોકોમાં જાગૃતિ લાવવા રેલી કાઢી પહેલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application