Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં તા.ર૩મી જાન્યુઆરીએ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમો યોજાશે

  • January 13, 2019 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમની શ્રૃંખલાનો વધુ એક કાર્યક્રમ આગામી તા.ર૩//ર૦૧૯નાં રોજ ડાંગ જિલ્લાના તાલુકા મથકો ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયા અનુસાર,આગામી તા.ર૩//ર૦૧૯નાં રોજ સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમો આહવા ખાતે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાશે. જ્યારે વધઇ તાલુકા સેવા સદન ખાતેનો કાર્યક્રમ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને, અને સુબિર તાલુકા સેવા સદન ખાતે આયોજિત કાર્યક્રમ ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.ડી.પટેલના અધ્યક્ષ સ્થાને આયોજિત કરાયો છે.સંબંધિત તાલુકાના અરજદારોએ જે તે કચેરીને લગતા પ્રશ્નો, ફરિયાદો સીધા સંબંધિત કચેરીને મોકલી, તેની એક નકલ જે તે તાલુકા મામલતદારને તા.૧૯//ર૦૧૯ સુધી મોકલી આપવા જણાવાયું છે. કાર્યક્રમમાં ન્યાયની કૉર્ટમાં ચાલતા વિવાદ,મહેસૂલી કૉર્ટને લગતા પ્રશ્નો, તથા સબ જ્યુડિશિયલ પ્રશ્નો સહિત નોકરીને લગતા પ્રશ્નોનો સમાવેશ કરાતો હોઇ, આવા પ્રશ્નો રજુ કરવા, તથા કાર્યક્રમના દિવસે અરજદારોને સ્વયં સમયસર ઉપસ્થિત રહેવા પણ જણાવાયું છે.   high light-ડાંગ જિલ્લાનો જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.ર૪મી જાન્યુઆરીએ

આહવાઃમુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમની શ્રૃંખલાનો વધુ એક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આગામી તા.ર૪//ર૦૧૯નાં રોજ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે કલેક્ટર શ્રી બી.કે.કુમારના અધ્ક્ષ્યા સ્થાને, કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોજિત કરવામાં આવ્યો છે.ડાંગ કલેક્ટર શ્રી બી.કે.કુમાર તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયા અનુસાર, આગામી તા.ર૪//ર૦૧૯નાં રોજ સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે જિલ્લાના અરજદારોએ જે તે કચેરીને લગતા પ્રશ્નો, ફરિયાદો સીધા સંબંધિત કચેરીને મોકલી,તેની એક નકલ કલેક્ટર કચેરી, આહવાને તા.૧૯//ર૦૧૯ સુધી મોકલી આપવા જણાવાયું છે. કાર્યક્રમમાં ન્યાયની કૉર્ટમાં ચાલતા વિવાદ, મહેસૂલી કૉર્ટને લગતા પ્રશ્નો, તથા સબ જ્યુડિશિયલ પ્રશ્નો સહિત નોકરીને લગતા પ્રશ્નોનો સમાવેશ કરાતો હોઇ, આવા પ્રશ્નો રજુ કરવા,તથા કાર્યક્રમના દિવસે અરજદારોને સ્વયં સમયસર ઉપસ્થિત રહેવા પણ જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application