તાપી જિલ્લામા 10મી મે થી 30 મે -2023 દરમિયાન શેરુલા બટ ઉકાઈ ખાતે તાપી જિલ્લા પોલિસ અધિકારી-કર્મચારીઓનું ફાયરિંગ પ્રેક્ટિસ યોજાનાર હોવાથી, આ વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
તાપી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.વલવી દ્વારા બહાર પાડવામાં આવેલ એક જાહેરનામા મુજબ આ વિસ્તાર સહિત આસપાસના 1000 મીટરની ત્રિજ્યા વાળા વિસ્તારમાં, આ સમયગાળા દરમિયાન આસપાસ રહેતા વ્યક્તિઓ સહિત કોઈ પણ અનધિકૃત વ્યક્તિઓ, કે ઢોરઢાંખર ચરાવવા આવતા વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application