હરિયાણા પોલીસે નૂંહ જિલ્લામાં સાયબર છેતરપિંડી કરનારાઓના સ્થળો પર એક સાથે દરોડા પાડી સમગ્ર દેશમાં ૧૦૦ કરોડ રૃપિયાની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. આ મહાઠગ નકલી સિમકાર્ડ, આધાર કાર્ડ વગેરે દ્વારા સમગ્ર દેશના લોકો સાથે છેતરપિંડી કરતા હતાં. તેઓ નકલી બેંક ખાતાઓમાં રકમ જમા કરાવી દેતા જેથી પોલીસ તેમના સુધી પહોચી ન શકે.
આ અપરાધીઓએ હરિયાણાથી લઇને દિલ્હી તથા ઉત્તર પ્રદેશથી લઇને અંડમાન નિકોબાર સુધી લોકોને નિશાન બનાવ્યા છે. આ અપરાધીઓ પકડાઇ જતાં સમગ્ર દેશમાં સાયબર છેતરપિંડીના ૨૮,૦૦૦ કેસ સામે આવ્યા છે.નૂંહ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ વરુણ સિંગલાએ આજે નૂંહમાં પત્રકાર પરિષદને સંબોેધિત કરતા જણાવ્યું હતું કે ૫૦૦૦ પોલીસ કર્મચારીઓની ૧૦૨ ટીમોએ જિલ્લાના ૧૪ ગામોમાં એક સાથે દરોડા પાડયા હતાં. આ દરમિયાન લગભગ ૧૨૫ શંકાસ્પદ હેકર્સની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી ૬૬ આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે.
તમામને કોર્ટમાં રજૂ કરી ૭ થી ૧૧ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ અપરાધીઓએ ૩૫ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના ૨૮૦૦૦ લોકો સાથે કુલ ૧૦૦ કરોડ રૃપિયાથી વધુની છેતરપિંડી કરી હતી.આ અપરાધીઓ સામે અગાઉથી જ સમગ્ર દેશમાં ૧૩૪૬ એફઆઇઆર દાખલ થયેલી હતી. એસપીએ જણાવ્યું હતું કે અપરાધની ગંભીરતાને ધ્યાનમાં રાખી હરિયાણા ડીજીપી પ્રશાંત કુમાર અગ્રવાલે ૧૦૨ પોલીસ ટીમોની રચના કરી હતી અને ત્યારબાદ એક સાથે ૩૨૦ ટારગેટ લોક્ેશન પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતાં.
દરોડા દરમિયાન કુલ ૧૬૬ નકલી આધારક કાર્ડ, પાંચ પાન કાર્ડ, ૧૨૮ એટીએમ કાર્ડ, ૬૬ મોબાઇલ ફોન, ૯૯ સિમ, ૫ પીઓએસ મશીન, ૩ લેપટોપ જપ્ત કરવામાં આવ્યા હતાં.અપરાધીઓની ધરપકડ પછી આ સમગ્ર કેસનો પર્દાફાશ કરવા માટે હરિયાણાના ડીજીપી પ્રશાંત કુમાર અગ્રવાલે આ સાયબર અપરાધીઓની પૂછપરછ માટે સમગ્ર હરિયાણામાંથી ૪૦ સાયબર નિષ્ણાતોની ટીમ તૈયાર કરી હતી.તેમણે જણાવ્યું હતું કે નૂંહ જિલ્લામાં દાખલ ૧૬ કેસોમાં પકડાયેલા સાયબર અપરાધીઓના સહ આરોપીના સ્વરૃપમાં કામ કરતા ૨૫૦ વોન્ટેડ સાયબર અપરાધીઓની ઓળખ કરવામાં આવી છે જેમાં ૨૦ રાજસ્થાનના, ૧૯ ઉત્તર પ્રદેશ અને ૨૧૧ હરિયાણાના છે. અપરાધીઓની ઉંમર ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500