'સર... વધારે નથી લખ્યું, ભવિષ્ય ન બગાડતા, આ મીઠાઈના પૈસા છે...' આ તમામ લાઈનો યુપી બોર્ડની આન્સરશીટમાં લખેલી જોવા મળી હતી.
યુપી બોર્ડની પરીક્ષાના પેપર ચકાસી રહેલા પરીક્ષકો પણ આવી લાઈનો વાંચી આશ્ચર્ય સાથે પરેશાન પણ છે. સાત દિવસના એસેસમેન્ટમાં અત્યાર સુધીમાં 15 હજારની રકમ મળી આવી છે.ભૌતિકશાસ્ત્ર, ગણિત અને રસાયણશાસ્ત્રના અઘરા વિષયોની ઉત્તરવહીઓમાં 100, 500 અને 2000ની નોટો મુકેલી જોવા મળી હતી. જિલ્લામાં ચાર મૂલ્યાંકન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે, સરકારી ક્વીન્સ ઈન્ટર કોલેજ અને પીએન સરકારી ઈન્ટર કોલેજમાં ઈન્ટરના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવામાં આવી રહી છે. કેટલાક નિરીક્ષક નોટ જોઈને ચોંકી ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500