મધ્યપ્રદેશનાં જબલપુરમાં એક ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાથી 10 લોકોનાં મોત નીપજ્યા હતા, જ્યારે અનેક લોકોને ઇજા પહોંચી છે. અહીંના શિવનગર સ્થિત ન્યૂ લાઇફ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે લોકોએ પોતાનો જીવ બચાવવા માટે હોસ્પિટલથી નીચે કુદવુ પડયું હતું જેમાં પણ ઘણા લોકો ઘવાયા છે. જયારે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, શોર્ટ સક્રિટને કારણે આગ લાગી હતી પણ આ ઘટના સમયે હોસ્પિટલમાં અફરાતફરી ફેલાઇ ગઇ હતી.
જયારે ગ્રાઉન્ડ ફ્લોરમાં સૌથી પહેલા શોર્ટ શર્કિટ થયું હતું જેને પગલે પહેલા માળ બાદ ત્રીજા માળ સુધી આ આગ ફેલાઇ ગઇ હતી. અંતે વિજળી કાપીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. જ્યારે હોસ્પિટલમાં જે દર્દીઓ હતા તેમને હાલ બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે મૃતકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું છે અને પીડિતોના પરિવારજનોને 5-5 લાખ જ્યારે જે લોકોને ઇજા પહોંચી છે તેમને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.
હોસ્પિટલમાંથી બહાર નિકળવા માટે માત્ર એક જ રસ્તો હતો. જેને પગલે મોટા ભાગના લોકો અંદર જ ફસાઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રીગેડનાં લોકો પણ તેને કાબુ મેળવા માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. અંતે વિજળી કાપી નાખવાથી આગ પર કાબુ મેળવી શકાયો હતો. આ ઘટનામાં જે ત્રણ લોકોને ઇજા પહોંચી છે તેમની સ્થિતિ ગંભીર છે તેથી મૃત્યુઆંક વધી શકે છે. આ હોસ્પિટલ 3 માળની છે અને તેમાં બેડની સંખ્યા 30 જેટલી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500