દિલ્હી NCRને અડીને આવેલા ગાઝિયાબાદ સ્થિત IMS કોલેજમાં એક મોટો અકસ્માત થયો છે. મળતી માહિતી પ્રમાણે, કોલેજની લિફ્ટ અચાનક તૂટી ગઈ હતી. જોકે આ લિફ્ટમાં સવાર 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે જેમાં 3ની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ મામલો IMS કોલેજનો છે. આ તમામ ઘાયલ વિદ્યાર્થીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે લિફ્ટમાં BBA, BCA અને MIBનાં વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગાઝિયાબાદના મસૂરી ક્ષેત્ર સ્થિત IMS કોલેજમાં અચાનક લિફ્ટનું થમ્બલ તૂટી જવાથી 10 લોકો ઘાયલ થયા છે. જેમાં એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચી છે. બીજી તરફ માહિતી મળી રહી છે કે, 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે જેમને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત પોલીસ ઘટના સ્થળે પહોંચી આ ઘટનાની તપાસ કરી રહી હતી. IMS કેમ્પસનાં ડીરેક્ટર અજય કુમારે જણાવ્યું કે, લિફ્ટમાં 6ના બદલે 12 વિદ્યાર્થીઓ હાજર હતા. તેમાંથી બે વિદ્યાર્થીઓ બિલકુલ ઠીક છે અને 10 લોકોને ઈજા પહોંચી છે. તેમાંથી એક વિદ્યાર્થીના પગમાં ફ્રેક્ચર આવ્યું છે અને તેમનું ઓપરેશન કરવામાં આવશે. એક વિદ્યાર્થીને પીઠમાં ઈજા પહોંચી છે. ઘાયલોમાં BBA, BCA અને એક વિદ્યાર્થી MIBનો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500