મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના કપુરા ગામના બેંક ફળિયામાં જુગાર રમતા 10 જુગારીઓને વ્યારા પોલીસે રૂપિયા 12.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસોને રવિવારનાં રોજ મોડી સાંજે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કપુરા ગામના બેંક ફળિયા ખાતે મીતુલભાઈ યોગેન્દ્રભાઈ ભક્ત નાઓ પોતાના ઘરે ગંજી પાના પર હારજીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યાએ પહોંચતા ત્યાં ‘ખુશાલ નિવાસ’ નામના મકાનનો દરવાજો અર્ધ ખુલ્લો હોય જેથી અંદર પ્રવેશતા ગોળ કુંડાળું કરી જુગાર રમતા જુગારીઓને પોલીસે જે તે સ્થિતિમાં ઝડપી પાડી સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો સહીત દાવ ઉપરના રૂપિયા 35,000/- અને જુગાર રમવા માટે હાથ ઉપર રાખેલ રૂપિયા 2,57,000/- તથા 11 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 2,08,000/- તેમજ 1 ફોર વ્હીલ અને 3 મોટરસાઈકલ મળી કુલ રૂપિયા 12,88,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે એ.એસ.આઈ. ભીખુભાઈ ગગાભાઈ ખડેલની ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગાર રમતા ઝડપાયેલ જુગારીઓ...
1.મિતુલ યોગેન્દ્રભાઈ ભક્ત (રહે.કપુરા ગામ, ડુંગરી ફળિયું, વ્યારા),
2.મનીષ અશોકભાઈ મેદાની (રહે.મઢી ગામ, બાબુનગર, બારડોલી),
3.ધ્વનિલ હસમુખભાઈ પ્રજાપતિ (રહે.કાનપુરા, જૈન દેરાસર પાસે, વ્યારા),
4.કેતન સન્મુખભાઈ ભક્ત (રહે.કપુરા ગામ, ડુંગરી ફળિયું, વ્યારા),
5.પંકજ નાનજીભાઈ ઈટાલીયા (રહે.લક્ષ્મી પાર્ક સોસાયટી, વ્યારા),
6.સન્મુખ દોલતસિંહ પરમાર (રહે.મઢી ગામ, પ્રભુ નગર સોસાયટી, બારડોલી),
7.કિરીટ હીરાભાઈ પટેલ (રહે.કાનપુરા, રામજી મંદિર પાસે, વ્યારા),
8.કૃણાલ હેમરાજભાઈ નાયક (રહે.વૃંદાવાડી સોસાયટી, વ્યારા),
9.ધ્રુવેન દિનેશભાઈ શાહ (રહે.કાનપુરા, રામજી મંદિર પાસે, વ્યારા) અને
10.મજીદ નરુદ્દિનભાઈ મલેક (રહે.મરાઠાવાડ, પટેલ કોમ્પ્લેક્ષ, વ્યારા).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500