આંધ્રપ્રદેશનાં વિજયવાડામાં સ્વિમિંગ પુલમાં ક્લોરિન ગેસ લીક થવાનાં કારણે 10 બાળકોની હાલત ગંભીર થઈ ગઈ હતી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના બુધવારની છે, જ્યારે બાળકો સ્વિમિંગ પુલમાં પ્રેક્ટિસ માટે ગયા હતા. આ વાતની પુષ્ટિ સ્વિમિંગ પુલ એકેડેમીનાં સુપરવાઈઝરે આપી છે. બાળકોની હાલત ગંભીર છે. તમામ બાળકોની ઉંમર 8 થી 14 વર્ષની વચ્ચેની છે. જાણકારી અનુસાર, વિજયવાડાનાં સ્વિમિંગ પુલ એકેડેમીમાં આ સ્કુલના બાળકો 11 ડિસેમ્બરે થનારા કોમ્પિટીશનની તૈયારી કરી રહ્યા હતા. જેના કારણે બાળકો અહીં પ્રેક્ટિસ માટે આવેલા હતા. બાળકો અહીં 50 મીટર પુલમાં સ્વિમિંગ કરી રહ્યા હતા.
જોકે ગેસ લીકથી બીમાર બાળકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય એક અન્ય બાળકની હાલત ખૂબ જ ગંભીર હતી અને તેને પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે બાદ સરકારી હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા. હાલ તમામ બાળકોની હાલત સ્થિર છે. બાળકોનાં વાલીઓએ બેદરકારીનો આરોપ લગાવતા કહ્યુ કે, ક્લોરિનની ખોટી જાળવણીનાં કારણે આ ઘટના ઘટી છે. સુપરવાઈઝરે જણાવ્યુ કે, ક્લોરિન ગેસ લીક થવાના કારણે સ્વિમિંગ કરવા આવેલા 10-12 બાળકોનું સ્વાસ્થ્ય બગડી ગયુ છે. આ તમામ બાળકોની ઉંમર 8-14 વર્ષની વચ્ચેની છે. અમે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. આ ગેસ લીક જૂના સાધનો અને જૂના સિલિન્ડરનાં કારણે થયો હતો. બાદમાં લીકેજ પર કાબૂ મેળવાયો. સ્ટાફમાંથી એક વ્યક્તિની હાલત ખરાબ છે અને તે પણ ગેસની ચપેટમાં આવી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application