ઉમરપાડા ખાતે આવેલ સરકારી આદર્શ નિવાસી શાળા કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીની શંકાસ્પદ મોતની ઘટનાના વિરોધમાં જવાબદારો વિરુદ્ધ ન્યાય કાર્યવાહી કરવાની માંગ સાથે નવનિર્માણ યુવા સંગઠન દ્વારા જેન આક્રોશ રેલી યોજી દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઉમરવાડા તાલુકાના ગોવટ ગામની દીકરી યશ્વીબેન અશ્વિનભાઈ વસાવા છેલ્લા ચારથી પાંચ દિવસથી બીમાર હતી. જેની જાણ એમણે તથા હોસ્ટેલમાં રહેતી સહવિદ્યાપીની દ્વારા ફરજ પરના ગુરુમાતા અને આચાર્યને કરી હતી આમ છતાં એમના દ્વારા કોઈ ગંભીરના દાખલ નહી.
તેમની પાર બેદરકારીના કારણે યશ્વીબેને જીવ ગુપાવવાનો વારો આવ્યો હતો. જેને લઈને ઉમરપાડા બજારમાં નવનિર્માણ યુવા સંગઠનના આગેવાનોએ જનઆક્રોશ રેલી યોજી દીકરીને ન્યાય આપોની માંગ સાથે ભારે સૂત્રોચારો કયાં હતા અને મામલતદારને એક આવેદનપત્ર આપી જણાવાયું કે, સમગ્ર ઘટના અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા આ ઘટના અંગે જવાબદાર વ્યક્તિઓ આચાર્ય અને ગૃહમાતા સહિત તપાસમાં નીકળતા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ઉંમરપાડા તાલુકામાં આવેલી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે.
જેમાં ઉંમરપાડા તાલુકાની દરેક હોસ્ટેલોમાં દર મહિને વિદ્યાધીઓનું મેડીકલ ચેકઅપ કરવા કેમ્પ રાખવામાં આવે સરકારના મેનુ ધમાલે યોગ્ય ગુણવત્તા પ્રમાણેનું ભોજન આપવામાં આવે. દરેક હોસ્ટેલોમાં સૂચન અને ફરિયાદપેટી રાખવામાં આવે અને આ ફરિયાદી અને સૂચનો પર દર મહિને રૂબરૂ મુલાકાત લઈને સમાજ કલ્યાણ દ્વારા હરિયાદનું નિશંકરા કરવામાં આવે તેવી અમારી માંગ કરી છે. ૧૫ દિવસમાં યોગ્ય કાર્યવાહી સરકારી તંત્ર દારા કરવામાં નહીં આવશે તો નવનિર્માણ યુવા સંગઠન ઉચ આંદોલન કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઈન્દુ બ્રીજ નજીક અજાણ્યા વાહન અડફેટે આવતાં રાહદારીનું મોત
April 17, 2025સોનગઢમાં વરલી મટકાનો જુગાર રમાડનાર બે ઝડપાયા
April 17, 2025સોનગઢનાં ચાંપાવાડી ગામેથી દારૂનાં જથ્થા સાથે એક શખ્સ પકડાયો
April 17, 2025