બારડોલી તાલુકાની એક ગામની સગીરાને પ્રેમજાળમાં ફસાવી પ્રેમીએ અંગતપળોના ફોટા પાડી લીધા હત ત્યારબાદ પ્રેમી અને તેના ત્રણ મિત્રો ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી એક વર્ષથી બળાત્કાર ગુજારતા હતા. ઘટના મામલે પોલીસે ચારેયની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, બારડોલી નજીકના એક ગ્રામીણ વિસ્તારની હદમાં સહેતી ૧૭ વર્ષોપ સગીરાને આશરે એક વર્ષ પહેલા રોનિત સંતોષ પાંડે (રહે.જલારામ હુડકો સોસાયટી, બારડોલી) સાથે મિત્રતા બંધાઈ હતી.
જે આગળ વધતા પેમસંબંધમાં ફેરવાઈ હતી. તેઓ અસરનવાર મળતા બંને વચ્ચે શરીર સંબંધ પણ બંચાયો હતો. થોડા સમય બાદ કોઈ કારણોસર સગીરાએ સંબંધ તોડી નાખ્યો હતો. છતાં પ્રેમી પીછો કરી સગીરાને અંગત પળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી શરીર સંબંધ બાંધતો રહ્યો હતો. સગીરા પણ ફોટા ડિલીટ કરવાની શરતે મળતી રહી હતી. આ દરમ્યાન નરાધમ પ્રેમીએ હોટા તેના મિત્રોને બતાવતા તેના મિત્રોએ પણ વારાફરથી સગીરાને ફોન કરી તેને ફોટાઓ વાયરલ કરવાની ધમકીઓ આપી તેનું શારીરિક શોષણ કરતા આવ્યા હતા.
આખરે સગીરાએ તેના પરિવારને આ વાત જણાવતા ચારેય આરોપીઓ વિરુદ્ધ બારડોલી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ અપાઈ હતી. જે ફરિયાદનાં આધારે પોલીસે રોનીત સંતોષ પાંડે તેમજ તેના મિત્રો સની સંજયસિહ રાજપૂત (રહે.શિવ શક્તિ સોસાયટી, બારડોલી), દીપાંશુ ઉદયરિયા તોમર (રહે.કૃષ્ણા નગર, બારડોલી) અને ફુલાલ હર્ષદ પારેખ (રહે.રાજનીગંધા રો-હાઉસ, બારડોલી)ને ઝડપી પાડીએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500