માંગરોળ તાલુકાની કંપનીઓમાં ત્રણ દુર્ઘટનામાં પરપ્રાંતીય ત્રણ યુવાન શ્રમિકોએ જીવ ગુમાવ્યો છે. હાલ માંગરોળના લીડીવાત ગામે રાજઇસ ઇનસ્ટ્રીઝની કંપનીના આવેલા પ્લોટ નં.૨૪થી ૨૯ના સ્પામવિઝન વેલ્સ કંપનીના પાંચમા માળે રૂમમાં રહેતો અને આજ કંપનીમાં મજૂરી કામ કરતો મૂળ બિહારના સમસ્તીપુર જિલ્લાના ગુનાહીબસી ગામનો ૨૧ વષીય શ્યામ રામબલી સહાની કંપનીના ઉપર ચોથા માળે લિફ્ટની નાની લોખંડની દીવાલ ઉપર બેસીને નીચે ઉતરી રહ્યો હતો.
તે દરમિયાન આકસ્મિક રીતે લિફ્ટની પાછળ દીવાલ સાથે સ્પામનું માથું અડી જતા લિફ્ટ અને દીવાલની વચ્ચે ફંગોળાઈ ગયો હતો. જેને પગલે વામનું માથાનાં તેમજ શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ સાથે ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. કોસંબા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પીપોદરા ગામે રાધે સિલ્વર ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ગોધી ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.૧૬૦માં રહેતો એમપીના અલીરાજપુર જિલ્લાના બડી ઉતવાલી ગામનો ૨૩ વર્ષીય તેંડુલકર શંકર સાબલીયા (રાઠવા) પીપોદરા ગામની સીમમાં રાધે સિલ્વર ઈન્ડસ્ટ્રીઝમાં આવેલી ગોપી ઈન્ડસ્ટ્રીઝમાં પ્લોટ નં.૧૯૦માં નવા બનતા બિલ્ડિંગના પહેલા માળે ચણતર કામ કરી રહ્યો હતો. તે દરમિયાન બિલ્ડિંગની બાજુમાની વીજતારને અડી જતાં જોરમાં કરંટ લાગતા શંકરનું મોત થયું હતું. બિહારના શિવાન જિલ્લાના પેગમ્બરપુર ગામનો ૪૧ વર્ષીય મનોજ મોહન્ય રામ મોટા બોરસરાની હર્ષ સિન્થેટીક કંપનીના પાછળના ભાગેથી મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application