કામરેજ તાલુકાનાં ઘલુડી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર જમણા કાંઠા કેનાલના પાણીમાં કૂદી પડી આત્મહત્યા કરનાર એક રાજસ્થાની યુવકની પાણીમાં તણાઈ આવેલી લાશ ઓલપાડ તાલુકાના પરીઆ ગામની સીમની નહેરના પાણીમાંથી મળી આવી હતી. મૂળ રાજસ્થાન રાજ્યના રાજસમદ જિલ્લાનો વતની ઉદયસિંહ દલસિંહ ઉઠડ હાલમાં કામરેજ તાલુકાના નવી પારડી ગામની સીમમાં પ્લોટ નં-૦૯માં આવેલ માનસી ઈન્ડસ્ટ્રીઝના ખાતા નં-૧૨, ૧૩નાં રૂમમાં રહી ત્યાં ચાની લારી ચલાવતો હતો.
ઉદયસિંહ ગત શનિવારે સવારે મોપેડ બાઈક સાથે જોડેલી લારીમાં કોઈક સામાન લેવા માટે ઘલુડી ગામની સીમમાંથી પસાર કાકરાપાર જમણા કાંઠાની મોટી નહેરના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ઉદયસિંહે કોઈક કારણસર નહેરના પાણીમાં કૂદી પડી મોતને વહાલું કર્યું હતું. જેથી મૃતક ઉદયસિંહની લાશ ગત રવિવાર નારોજ મોડી સાંજે ૭ વાગ્યે ઓલપાડ તાલુકાના પરીઆ ગામની સીમમાં માધર-સાંધીએર તરફ જતી નહેરના પાણીમાં તણાઈ આવી હતી. જયારે મૃતક ઉદયસિંહની લાશની શોધખોળ કરતાં પરિવારજનોને આ બાબતે ખબર પડતાં તેના પિતા દલસિંહે ગત સોમવારના રોજ ઓલપાડ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે લાશનો કબજો લઈ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application