તાપી જીલ્લામા સોમવારે કોરોના પોઝીટીવ દર્દીનો વધુ 1 નવા કેસ મળી આવ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.15મી માર્ચ નારોજ જીલ્લાના માત્ર વ્યારાના રાયકવાડ સ્ટ્રીટ વિસ્તારમાં 58 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 912 કેસો નોંધાઈ ચુક્યા છે. આજરોજ વધુ 1 દર્દી સાજો થતા રજા અપાઈ છે. અત્યાર સુધી કુલ 864 દર્દીઓ સાજા થયા છે.કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 290 સેમ્પલ લેવામાં આવ્યા છે.હાલ 7 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500