તાપી જીલ્લામા કોરોના પોઝીટીવ દર્દીનો આજરોજ વધુ 1 નવો કેસ મળી આવ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.14મી માર્ચ નારોજ જીલ્લાના માત્ર વ્યારાના વૃંદાવનધામ સોસાયટીમાં 31 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને હોમઆઈશોલેશન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 911 કેસો નોંધાઈ ચુક્યા છે.અત્યાર સુધી કુલ 863 દર્દીઓ સાજા થયા છે. કોરોના ની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. જીલ્લાભરમાંથી કોરોના ટેસ્ટ માટે 191 સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ 7 દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application