Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સરદાર પટેલ જન્મજયંતિ પૂર્વે એકતા દોડ ‘રન ફોર યુનિટી’ યોજાઈ

  • October 29, 2024 

અખંડ ભારતના નિર્માતા, લોહપુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧મી ઓક્ટોબર-'રાષ્ટ્રીય એકતા દિવસ' પૂર્વે સરદાર સાહેબને અંજલિ આપવા સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને વહેલી સવારે એકતા દોડ યોજાઈ હતી. ધારાસભ્યશ્રી અને મહાનુભાવોએ લીલી ઝંડી આપી એકતા દોડને પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ તેઓએ એકતા દોડમાં અન્ય દોડવીરો સાથે જોડાઈને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાતના સપૂત સરદારને ભાવસભર વંદન કરતા ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું કે, સરદાર સાહેબ આજના આધુનિક અને એક ભારતના ઘડવૈયા છે. દેશને એકસૂત્રમાં બાંધવા માટે સરદાર સાહેબે છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમી સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. દેશહિત માટે સરદાર સાહેબે કેટલાક કઠોર અને દૂરગામી નિર્ણયો લઈને એક ભારતનું નિર્માણ કર્યું. જો સરદાર પટેલ ન હોત તો જૂનાગઢ આજે અલગ દેશ હોત. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ સહિત અનેકવિધ અથાગ પ્રયાસોના ફળસ્વરૂપે આજે વિશ્વ આખું સરદાર સાહેબની યશગાથાથી પરિચિત થયું છે. તેમણે સરદાર પટેલના આદર્શ જીવનમાંથી જીવન ઘડતરની પ્રેરણા લઈ જવાબદાર નાગરિક બનવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ બનવા માટે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application