Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધામણદેવી ગામની સીમમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેતા પંથકમાં ચકચાર મચી

  • April 27, 2025 

ડોલવણના ધામણદેવી ગામની સીમમાં આવેલા જંગલમાં જઈને ૨૦ વર્ષીય યુવતીએ ઝેરી દવા ગટગટાવી લઈ જીવન ટૂંકાવી લેતા પંથકમાં ચકચાર મચી હતી. જેમાં છેલ્લા આઠ વર્ષથી ચાલતા પ્રેમસંબંધ બાદ પ્રેમીએ લગ્ન કરવાનો ઈનકાર કરી દેતા અને તે અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ રાખતો હોવાની જાણ થતાં યુવતીએ હતાશામાં મોતને વહાલું કર્યું હતું. પરિવારજનોએ યુવતીને આપઘાત કરવાની દુત્પ્રેરણા આપનાર શખ્સ સામે ફરિયાદ કરી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડોલવણ તાલુકાનાં કુંભીયા ગામનાં વિધવા કાશ્મીરાબેન ચૌધરીના લગ્નજીવન દરમિયાન ત્રણ સંતાનો પૈકી મોટા દીકરાનું અગાઉ મૃત્યુ થયું હતું, જયારે બીજા નંબરની દીકરી રુચિ (ઉ.વ.૨૦) અને ત્યારબાદ એક દીકરો છે. તેમજ રુચિ સાથે અભિષેકભાઈ નવીનચંદ્ર ગામીત (રહે.ડુમખલ ગામ, દુકાન ફળિયું, તા.વાલોડ, જિ.તાપી, મૂળ રહે.કાકશાળા ગામ, નીચલું ફળિયું, તા.સુબીર, જિ.ડાંગ)નો છેલ્લા આશરે આઠેક વર્ષથી પ્રેમસંબંધ હતો. પરંતુ અભિષેકનો કોઈ બીજી છોકરી સાથે છેલ્લા એક માસથી પ્રેમસંબંધ હોવાથી તેણે રુચિ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જે અંગેની જાણ યુવતીને થતા તેણીને માઠું લાગી આવતા તેણીએ અભિષેકને, ‘તું મને નહીં રાખશે તો હું ઝેરી દવા પી મરી જઈશ’ તેવું કહી ઝેરી દવાની બાટલીનો ફોટો વોટ્સએપથી મોકલ્યો હતો.


પરંતુ જે બાબતે અન્ય કોઈને વાતચીત કરી ન હતી. યુવાનને ખબર હોવા છતાં તે મુદ્દે રુચિના પરિવારજનોને જાણ કરી ન હતી. જેથી ગત તારીખ ૨૫/૪/૨૫ નારોજ અભિષેક રુચિને મળવા આવ્યો તે દરમિયાન પણ તેણે લગ્ન કરવાની ના પાડી હતી. તારીખ ૨૫ના રોજ રુચિ ૧૦ કલાકે ઘરેથી કામ અર્થે જાઉં છું કહીને નીકળી હતી. તેણીએ ધામણદેવી ગામની સીમમાં જંગલમાં કોઈ ઝેરી દવા પી લેતા તેણીને ૧૦૮ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જોકે ગડત હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચતા ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી. રુચિએ દવા પી લીધી હોવાની જાણ માતાને અભિષેક ગામીતે કરી હતી. યુવતી સાથે પ્રેમસંબંધ રાખ્યા બાદ લગ્ન કરવાની ના પાડી તેણીને આપઘાત કરવાની દુષ્પ્રેરણા આપનાર અભિષેક ગામીત સામે પોલીસ મથકે મૃતક યુવતીના મામા દિલીપભાઈ ચૌધરીએ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application