ડાંગ જિલ્લાનાં વઘઈથી આહવા જતા રોડ ઉપર ભવાડી ફાટક નજીક વળાંકમાં બોલેરો જીપ સંરક્ષણ દિવાલ સાથે અથડાતાં ઈજા પામેલા ચાલકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આહવાના ભવાનદગડ ગામ ખાતે રહેતા સંદીપભાઈ સોન્યાભાઈ હિલીમ પોતાના હવાલાની બોલેરો જીપ પર સવાર થઈને ગફલતભરી રીતે હંકારી રહયા હતાં.
તે દરમિયાન વઘઇથી આહવા જતા રોડ ઉપર ભવાડી ફાટક નજીક વળાંક માંથી પસાર થતી વેળાએ અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા માર્ગની સાઈડમાં આવેલ પ્રોટેક્શન દિવાલ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને ગાડી પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં બોલેરો ચાલક સંદીપભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામમાં આવ્યા હતાં. જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું અને ગાડીમાં સવાર અન્ય એક યુવક હિતેશભાઇને આંખના ભાગે ઈજા પહોંચી હતી. આ અકસ્માતને પગલે વઘઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application