વાપીનાં પલસાણા ગામનાં આહીર ફળિયા વિસ્તારમાં જમીન વિવાદને લઈને એકને માર મરાયો હતો. મળતી વિગતો મુજબ, કેતનભાઈ રમેશભાઈ આહીર (ઉ.વ.૩૭) અને તેમના કુટુંબીજનો દાદા કાંતિભાઈ તથા ધીરૂભાઈની જમીનની માપણી માટે ભેગા થયા હતા. આ સમયે ગૌરાંગભાઈ રમેશભાઈ આહીરે જમીનની જૂની હદનો ખૂંટો કાઢી નાખ્યો હોય, કેતને આ અંગે પૂછપરછ કરતાં ગૌરાંગભાઈએ ઉશ્કેરાઈ જઈને તેમને અપશબ્દો બોલ્યા હતા અને ઝપાઝપી કરી મારામારી શરૂ કરી હતી.
અન્ય બે આરોપીઓ ભાનુબેન રમેશભાઈ આહીર અને અન્ય એખ પણ ગાળાગાળી અને મારામારીમાં જોડાયા હતા. પરિસ્થિતિ વધુ વણસતાં ગૌરાંગભાઈ એ ઘરમાંથી કોયતો લાવીને કેતનને ધમકી આપી હતી કે, અમારી જમીનમાં ખૂંટા રોપી હદ કરશો તો જાનથી મારી નાંખીશ. ફરિયાદ મુજબ, આ વિવાદ લાંબા સમયથી ચાલતો હતો. આરોપીઓ કાયમ જમીન બાબતે તેમની સાથે ઝઘડો કરતા હતા. ફરિયાદી કેતન ડ્રાઈવિંગના વ્યવસાય અર્થે બહાર ગયેલા હોવાથી ઘટનાની ફરિયાદ તા. ૨૫ એપ્રિલ, ૨૦૨૫ નારોજ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500