ધરમપુરનાં પૈખેડ તથા ગુંદીયામાં ઘરે ગેરકાયદે ડોક્ટરની પ્રેકટીસ કરતા બોગસ ડોક્ટરો પકડાયા હતા. આ બંને પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું પ્રેક્ટિસ માટેનું લાઇસન્સ ન હતું. ધરમપુરની ધામણી પી.એચ.સી.નાં મેડિકલ ઓફિસર ડો.રજનીક ગોદુભાઈ દેવળીયાને સ્ટાફ મારફતે પૈખેડ ગામે ડોકટર ભાવેશ જાદવ તથા ગુંદીયા ગામે ડોકટર શાંતિરામ માહલા બોગસ ડોક્ટરોની ડિસ્પેન્સરી અથવા દવાખાનું ચલાવતા હોવાની માહિતી મળતા તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તાલુકા હેલ્થ કચેરી ધરમપુર તથા મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત વલસાડનો પત્ર પાઠવવામાં આવ્યો હતો.
જોકે ઉપરી અધિકારીઓની ટેલિફોનિક ચર્ચા આધારે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટર ન થયેલા તેમજ રજીસ્ટ્રેશન રીન્યુ ન કરાવી ગેરકાયદે ડોક્ટરની પ્રેકટીસ કરનારા ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કામગીરી અર્થે ધરમપુર પોલીસ સાથે પૈખેડ રુઈપાડા ફળીયામાં રહેણાંક મકાનમાં હાજર ભાવેશ જાદવ તથા ગુંદીયા નવાપાડામાં રહેણાંક મકાનમાં હાજર શાંતિરામ માહલા પાસે ગુજરાત મેડિકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર રજુ કરવા કહેતા તેઓએ નહીં હોવાનું જણાવ્યું હતું. આમ, પૈખેડમાંથી રૂપિયા 2,852/-ની અલગ-અલગ પ્રકારની મેડિસિન તથા ગુંદીયામાંથી રૂપિયા 2014ની અલગ અલગ પ્રકારની મેડિસિન તપાસ અર્થે કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application