દમણથી કામરેજ લઈ જવાતા દારૂનાં જથ્થાને પુઠાનાં ભંગારની આડમાં ખાનુ બનાવી લઈ જવાઈ રહ્યો હતો તેમાં જિલ્લા LCBએ વેજલપુર હાઇવેની હદમાં ઝડપી પાડી ચાલક સહિત મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વેજલપોર ગામની હદમાં નેશનલ હાઈવે નંબર-48 મુંબઇથી સુરત તરફ જતી ટ્રેક ઉપર આવેલ નવજીવન હોટલની પાસેથી આરોપી વાસુદેવ જગરામ બિશ્નોઇ (રહે. બલીઠા, મોહનભાઇ બિશ્નોઇનાં રૂમમાં, વાપી,જિ.વલસાડ, મુળ રહે.જાલબીરી, પોસ્ટ રાણાસર્કલા, તા.ધોરીમના, જિ.બાડમેર, રાજસ્થાન) નાને તેના કબજાનાં ટાટા કંપનીના છોટા હાથી ટેમ્પો માંથી ભારતીય બનાવટની વ્હીસ્કીની નાની-મોટી બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ 526 જેની કિંમત રૂપિયા 2,15,600/-નો પ્રોહી. મુદામાલ વગર પાસ પરમિટ ગેરકાયદેસર રીતે વહન કરી લઈ જતા હતો.
તે સમયે પોલીસે પકડી પાડી પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપી વિરૂધ્ધમાં નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો રજીસ્ટર કર્યો છે. આમ પોલીસે ભારતીય બનાવટની વ્હીસ્કીની નાની-મોટી બોટલો તથા ટીન બીયર મળી કુલ નંગ 526 જેની કિંમત રૂપિયા 2,15,600/- તથા છોટા હાથી ટેમ્પો અને અંગ ઝડતીમાંથી મળી આવેલ 1 નંગ મોબાઇલ તેમજ રોકડા મળી કુલ રૂપિયા 4,21,250/-નો મુદામાલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500