Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્પા સંચાલક પાસે રૂપિયા 5 લાખની માંગણી કરનાર યૂટ્યૂબ ખાનગી ન્યુઝ ચેનલનાં ત્રણ પત્રકારો સામે ગુનો દાખલ, રૂપિયા નહિ આપે તો ફસાવી દેવાની પણ ધમકી આપી

  • July 10, 2023 

વલસાડનાં વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી, દમણ, સેલવાસમાં અનેકવાર તોડબાજીમાં ચર્ચાતા રહેલા કથિત પત્રકાર ત્રિપુટી સામે એક સ્પા સંચાલકે ફરિયાદ અરજી કરી હતી. જેની તપાસ કર્યા બાદ વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. જેમાં યૂટ્યૂબની ખાનગી ન્યુઝ ચેનલોનાં કથિત પત્રકારો સામે સ્પા સંચાલક પાસે રૂપિયા 5 લાખની માંગણી કરવા બાબતે વાપી ટાઉન પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે પોલીસે સ્પા સંચાલકની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વાપી ટાઉન પોલીસ મથકે એક સ્પા સંચાલકે નોંધાવેલી ફરિયાદમાં સ્પા સંચાલક પાસેથી તોડબાજ કરતા ત્રિપુટીએ વાર્ષિક રૂપિયા 5 લાખનો હપ્તો આપવાની માંગણી કરી હતી અને રૂપિયા નહિ આપે તો સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હોવાનો ખોટો કેસ કરશે અને ખોટા સાક્ષીઓ ઉભા કરી ફસાવી દેશે તેવી ધમકી આપી હતી. સ્પા સંચાલકે વાપી ટાઉન પોલીસ મથકે તોડબાજ કરનાર ત્રિપુટી સામે અરજી કરી FIR કરવા માંગ કરી હતી.



વાપી ટાઉન પોલીસે કરેલી પ્રાથમિક તપાસ બાદ બે મહિલા સહિત ત્રણ સામે સ્પા સંચાલકે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વાપી ટાઉન પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ, બલિઠા ખાતે સ્પા મસાજ પાર્લર ચલાવતા સંચાલકે ફરિયાદ નોંધાવી છે કે, તેમના પાર્લરમાં 24/06/2023નાં એક ઈસમ અને બે મહિલા આવી હતી. જેમાં યુવકે પોતાનું નામ ક્રિષ્ના ઝા અને તે એક ખાનગી ન્યુઝ ચેનલનો એડિટર હોવાનું તેમજ તેની સાથે રહેલ મહિલા સોનિયા ચૌહાણ અને સેમ શર્મા પણ રિપોર્ટર હોવાની ઓળખ આપી હતી. જેઓએ સંચાલકને જણાવ્યું હતું કે, તારે અહીં સ્પા ચલાવવું હોય તો ત્રણેયને વાર્ષિક 5 લાખ રૂપિયા આપવા પડશે નહીં તો અમે તારી ઉપર ખોટો કેસ ઠોકી બેસાડી દઈશું.



જોકે સ્પા સંચાલકે તે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ન હોવાનું જણાવ્યું હતું. તે સાંભળી તોડબાજ પત્રકારોએ તેમને ધમકીઓ આપી હતી કે, પૈસા નહિ આપે તો સ્પાની આડમાં દેહ વેપાર ચાલતા હોવાનો ખોટો કેસ કરશે અને ખોટા સાક્ષીઓ ઉભા કરશે અને સ્પા સંચાલકને ફસાવી દેશે. જોકે આ તોડબાજ ત્રિપુટીની તાબે નહિ થનાર સ્પા સંચાલક પાસે પૈસા કઢાવવા ક્રિષ્ના ઝાએ તેના મોબાઇલ નંબર પરથી એક ફોટો ઇમેજ સ્પા સંચાલકનાં મોબાઇલનાં વોટ્સએપમા મોકલેલ. જેની ખરાઈ કરતા કથિત ન્યુઝ એડીટર ઓનર ક્રિષ્ના જી. ઝા’નુ નામ હતુ. તેમા હીંદીમા બલીઠા વિસ્તારમા સ્પા સેંટરમા દેહ વેપાર ફરીથી શરૂ તે મતલબનુ લખાણ લખેલ હતુ.



ત્યારબાદ આ ક્રિષ્નાએ વોટ્સએપ કોલ કરી આ લખાણ વાંચી લેજે અને તુ અમોને પૈસા આપી દેજે નહિતો આવી જ રીતે તારૂ મીડિયામા પ્રચાર કરી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી સ્પા સંચાલકે આ વોટ્સએપ ઇમેજની કલર પ્રિંટ કઢાવી ક્રિષ્ના ઝા, સોનીયા ચૌહાણ તથા સેમ શર્મા ત્રણેય જણા ગેરકાયદેસર રીતે સ્પામા પ્રવેશ કરી અને કુટણખાના અને દેહ વેપારના ખોટા કેસોમા ફસાવી દેવાની ધમકી આપી જાનથી મારી નાંખવાની ધમકી અને ગાળો બોલી પૈસાની માંગણી કરી હોવાની ફરીયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application