ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત વલસાડ જિલ્લાની 5 વિધાનસભાની બેઠક પર મતદાન થવાનું છે. આ 5 બેઠક ઉપર કુલ 35 ઉમેદવારો મેદાનમાં છે. મતદાનનાં દિવસે 80 વર્ષથી વધુ વયના મતદારો, દિવ્યાંગ મતદારો, સર્વિસ વોટર્સ મળીને કુલ 32 હજાર 30 મતદારો નોંધાયેલા છે. જે પૈકી 30 હજાર 850 મતદારોને ફોર્મ 12-ડી વલસાડ જિલ્લાની ચૂંટણી શાખામાંથી લઈ ગયા હતા. જેમાંથી 615 દિવ્યાંગ મતદારો અને વયોવૃદ્ધ મતદારોએ 12 D ફોર્મ જમા કરાવ્યું હતું. 615 મતદારોને પોસ્ટલ બેલેટ ઈસ્યું કરાયા હતા. જેમાંથી 594 દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને બેલેટ પેપરથી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં જોડાયા હતા. યુવાનો અને અન્ય મતદારોને લોકશાહીને મજબૂત કરવા લોકશાહીના મહાપર્વમાં જોડાવવાં આહ્વાહન કરી યુવા મતદારો માટે પ્રેરણારૂપ બન્યા હતા.
વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે બેલેટ પેપર વડે મતદાન કરાવી લોકશાહીને વધુ મજબૂત કરવાના પ્રયાસને આવકાર્યા હતો. વલસાડ જિલ્લામાં ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ મળી કુલ 5 વિધાનસભા બેઠક ઉપર પ્રથમ ચરણમાં મતદાન થવા જઈ રહ્યું છે. વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની વિધાનસભા બેઠક ઉપર 1 ડિસેમ્બરે સવારે 8થી સાંજે 5 સુધી મતદાન થવાનું છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર કુલ 13 લાખ 29 હજાર 239 મતદારો 1 હજાર 392 મતદાન મથક ઉપર મતદાન કરશે.
રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે દિવ્યાંગ મતદારો અને વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની કામગીરી જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ ચૂંટણી તંત્ર દ્વારા ચાલી રહી છે. વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર મતદાર યાદીમાં નોંધાયેલા કુલ 32 હજાર 30 વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પૂર્વે બેલેટ પેપર વડે મતદાન કરવાનું અયોજન કરવામાં આવ્યું હતું. 30 હજાર 850 દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો બેલેટ પેપર પર મતદાન કરવાના ફોર્મ લઈ ગયા હતા.
જે પૈકી માત્ર 615 મતદારોએ મતદાન કરવાની અરજી ફોર્મ 12 ડી ચૂંટણી શાખામાં જમા કરાવ્યાં હતા. જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની સૂચના અને માર્ગદર્શન મુજબ દિવ્યાંગ મતદારો અને વયોવૃદ્ધ મતદારોને ઘરે જઈ મતદાન કરાવી લોકશાહીને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારોએ યુવા મતદારો તેમજ અન્ય કામગીરીમાં વ્યસ્ત રહેતા મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરીને લોકશાહીને જીવંત રાખવા અને લોકશાહીના મહાપર્વમાં જોડાવવા અપીલ કરી હતી. વલસાડ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી ઉમેશ શાહે જણાવ્યું કે, 80થી વધુ વયના અને દિવ્યાંગ સહિતની કેટેગરીના જે પણ મતદારોને ફોર્મ 12ડી ઈસ્યુ થયા હતા, તેવા જે મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન નથી કર્યું તેઓ 1 ડિસેમ્બરે સ્વયં બુથ પર જઈ મતદાન કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500