સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે આવેલ આદર્શ નિવાસી કન્યા શાળામાં ૧૪ વર્ષીય વિદ્યાર્થિની યશ્વી વસાવાનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજયું હતું. યશ્વીને ૩ એપિલની રાત્રે માથાનો દુઃખાવો થતો હોવાથી હોસ્ટેલમાંથી તેને દવા પીધી હતી. સવારે ચાર વાગ્યે યશ્વી તેના રૂમમાં ન હોવાથી સાથી મિત્રો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સાથી મિત્રો દ્વારા હોસ્ટેલના ગૃહ માતાને જાણ કરવામાં આવી હતી.
યશ્વી સવારે ૪ વાગ્યે બેભાન હાલતમાં બાથરૂમ પાસેથી મળી આવી હતી. આ ઘટના અંગે હોસ્ટેલના ગૃહ માતાએ પરિવારને જાણ કરી હતી. મૃતકની માતા અને કાકા બંને બાઈક પર હોસ્ટેલ પહોંચ્યા હતા ત્યારબાદ બેભાન હાલતમાં જ યશ્વીને લઈને બાઈક પર ઉંમરપાડા સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેની હાલત ગંભીર હોવાથી તેને માંડવી ખસેડવામાં આવી હતી અને ત્યાંથી વધુ સારવાર અર્થે બારડોલી રિફર કરવામાં આવી હતી વિદ્યાર્થીની ભાનમાં ન આવતા ૧૦૮માં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઈ જવામાં આવી હતી.
જયાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીના શરીરે ઉઝરડાના ઈજાનાં નિશાન હોવાથી પરિવાર દ્વારા હત્યા થયાની આશંકા સેવવામાં આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વિદ્યાર્થીનીનું મોતનું સાચું કારણ જાણવા મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500