ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ભાંડુત ગામે પતિ સાથે સામાન્ય બોલાચાલીથી મનમાં ખોટું લાગી આવતાં ઝેરી દવા ગટગટાવી ગયેલી પત્નીનું હોસ્પિટલમાં ચાલું સારવાર દરમ્યાન મોત થયું હતું. મળતી માહિતી મુજબ, ડભારી ગામે મંદિર ફળિયામાં રતિલાલ નાથુભાઈ પટેલ રહી ખેતી કરે છે. તેમની દિકરી મમતાના લગ્ન નજીકના ભાંડુત ગામે ડાભી ફળિયામાં રહેતા જયકુમાર પટેલ સાથે થયા હતાં. નોકરી કરતો પતિ જયકુમાર નાઈટ ડયુટી ઉપર જવાનો હોવાથી ગત તારીખ ૦૧ નારોજ તે રાત્રે જમવા બેઠો હતો.
ત્યારે ઓછું જમવા મામલે પત્ની મમતા સાથે બોલાચાલી થઈ હતી. જેથી મમતાને મનમાં દુ:ખ લાગી આવતા તેણીએ પતિ ડ્યુટી ઉપર ગયા બાદ રાત્રે પોતાના ઘરના વાડામાં બાથરૂમ પાસે જઈ મોનોકોટો નામની જંતુનાશક ઝેરી દવા પીધી હતી. આ બાબતની જાણ બીજા દિવસે સવારે થતાં તેણીને સારવાર અર્થે સુરત શહેરના રામનગર ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જયાં ચાલુ સારવાર દરમ્યાન ગત તારીખ ૦૩ નારોજ ફરજ પરના તબીબે મમતાને મૃત જાહેર કરી હતી. આ બાબતે મૃતક દિકરીના પિતા ઈશ્વરભાઈએ ઓલપાડ પોલીસ મથકમાં દિકરીના મોતના કારણનું ઉપર મુજબ નિવેદન આપ્યું હતું. જેથી પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application