સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં કારેલી ગામની સીમના એક કોમ્પલેક્ષની બાજુના રોડ ઉપર જુગાર રમતાં ઓરિસ્સા અને ઉત્તરપ્રદેશ રાજ્યના ૭ શ્રમિકોને કુલ રૂપિયા ૩૬,૨૦૦/-ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. મળતી માહિતી મુજબ, ઓલપાડ પોલીસની ટીમ ગત મોડી સાંજે સાયણ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે સમયે બાતમી મળી હતી કે, કારેલી ગામની સીમમાં આવેલ સિલ્વર કોમ્પલેક્ષની બાજુના આર.સી.સી.રોડ ઉપર કેટલાક ઇસમો તીનપત્તીનો ગંજી પાનાનો જુગાર રમી રહ્યા છે.
જેથી પોલીસ સ્થળ પર રેડ કરી જુગાર રમતા આર.કા.ટેક્ષટાઈલ, સનરાઈઝ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં ચાર જુગારીઓ ગુડુ વાસુદેવ નિશાદ, પપુન બાબુલાલ ગૌડા,શિવરામ દેવરાજ સાહુ તથા રાહુલ રઘુરાજ નિશાદ તેમજ કારેલીની શુગન રેસીડન્સીમાં રહેતો કાના જીતેન્દ્ર મહાપાત્રા,એસ.કે.વાય.કંપનીના લેબર રૂમમાં રહેતો રામપ્રકાશ બસંતા નિશાદ તથા નંદની ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતો લલિત ઉમાશંકર યાદવને ઝડપી પાડ્યા હતા. આ તમામ જુગારીઓ હાલમાં સાયણ સુગર ઉપર આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં મજુરી કામ કરે છે. આમ, પોલીસે જુગાર સ્થળેથી દાવના રોકડા રૂપિયા ૩,૪૦૦/- અને અંગઝડતીથી મળી તથા ૬ નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા ૩૯,૨૦૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500