સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં હથોડા ગામે નિવૃત ડીવાયએસપીનો પરિવાર હાલમાં હિંમતનગરમાં રહેતો હોવાથી તેમના બંધ મકાનને નિશાન બનાવી ૪૫ હજાર રોકડા સહિત સોના-ચાંદીનાં ઘરેણા મળી કુલ ૫ લાખ ૩૭ હજારનાં માલમત્તાની ચોરી કરી જતા ચકચાર મચી ગઇ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોસંબા પોલીસની હદમાં અને માંગરોળ તાલુકાનાં હથોડા ગામે નિવૃત ડીવાયએસપી આઈ.કે.ચૌહાણ હાલ નિવૃત્ત થયા પછી પરીવાર સાથે હિંમતનગર ખાતે રહે છે અને હથોડા ખાતે આવેલા એમનાં મકાનનું ગામમાં રહેતા સગાસબંધીઓ ધ્યાન રાખે છે.
ગતે મોડી રાત્રે તમનાં સબંધી તેમનાં ઘરે આંટો મારવા ગયા હતા. જ્યાં ઘરનાં મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં જોયો હતો. તેમને અંદર કોઇએ પ્રવેશ કર્યો હોવાની શંકા ગઇ હતી. જોકે અંદર જઈ તપાસ કરતા થરનાં નીચેનાં બંને બેડરૂમમાં સરસામાને વેરવિખેર હાલતમાં પડેલો જોયો હતો. બેડરૂમની બારીની ગ્રીલ તોડી અંદર તસ્કરો પ્રવેશ્યા હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે હથોડા ખાતે રહેતા સબંધીઓએ નિવૃત્ત ડીવાયએસપીને ચોરીની ઘટના અંગે જાણ કરી હતી અને જેમનાં દ્વારા બંધ થરમાં મુકવામાં આવેલા બે અલગ-અલગ ગલ્લામાંથી ૪૫ હજાર રૂપિયા રોકડા તેમજ સોનાની ચેઇન નંગ-૦૪, સોનાની વીટી નંગ-૦૪, એક કાંડા ઘડીયાળ સહિતનો અન્ય મુદ્દામાલ જણાઈ નહીં આવતા સમગ્ર ચોરીની ઘટના અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application