વલસાડનાં વાપી GIDC ખાતે આવેલ સરદાર ચોકથી વિનંતી નાકા તરફ જતી એક બાઈક ડાયમંડ કંપની પાસે રસ્તા ઉપર પડેલા પથ્થર ઉપરથી સ્લીપ થઈ હતી. જેથી સામેથી આવતી અન્ય એક બાઈક સાથે ટકરાઈ હતી. ઘટનામાં એક બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સ્થાનિક લોકોએ 108ની મદદ વડે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે. મળતી માહિતી મુજબ, વાપીના ચાણોદ વિસ્તારમાં રહેતા કશ્યબભાઈ રમેશભાઈ પંચાલ પોતાની બાઈક નંબર GJ/15/EA/3390 લઈ સરદાર ચોકથી વિનંતી નાકા તરફ જઈ રહ્યો હતો.
તે દરમિયાન ડાયમંડ કંપની ડમે રસ્તા ઉપર પડેલા પથ્થર ઉપર બાઈક સ્લીપ થઈ હતી. ત્યારબાદ સામેથી આવતી બાઈક નંબર GJ/15/GH/7001 સાથે તેની બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈને આજુબાજુનાં સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોએ 108 અને વાપી GIDC પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. વાપી 108ની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
તેમજ ટ્રાફિકને નડતર રૂપ બાઈક પોલીસે ઘટના સ્થળેથી ખસેડી ટ્રાફિક સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક કશ્યબ પંચાલની લાશનો કબ્જો લઈ લાશનું PM કરવી આગળની તજવીજ હાથ ધરી છે. અકસ્માતની ઘટના અંગે વાપી GIDC પોલીસ મથકે દીક્ષિત રમેશભાઈ પંચાલે ફરિયાદ નોંધાવી હતી. આમ, વાપી GIDC પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500