માહિતી વિભાગ દ્વારા વલસાડ, વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે તા.૫ જૂને ઉજવાય છે. પર્યાવરણના જતન માટે યોગદાન દ્દઢ કરવામાં આવે છે. હાલમાં માનવ જીવન સામેની સૌથી ભયંકર સમસ્યાઓમાં પર્યાવરણનો સમાવેશ થાય છે. જળવાયુ પરિવર્તન, કુદરતી આફતો, પ્રદુષણ, ઋતુચક્રમાં ફેરફાર વગેરે જેવી પર્યાવરણીય ઘટનાઓ મોટી સમસ્યાઓ ઊભી કરી છે. પર્યાવરણની જાળવણી અને તેનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે ૫ જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવાય છે.
આ દિન નિમિત્તે વલસાડની ૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૮૧, ૧૦૮, આરોગ્ય સંજીવની, ખિલખિલાટના તમામ સ્ટાફ ઉલ્લાસભેર જોડાયો હતો. ૧૮૧ અભયમ લોકેશન અને વાનની સફાઈ કરવામાં આવી હતી. પર્યાવરણની જાળવણી, ઉછેર અને રક્ષણ માટે યથા યોગદાન આપવા કટિબધ્ધતા જાહેર કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025