Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : પાર્ક કરેલ બાઇકની ચોરી કરતી ગેંગનાં પાંચ ઈસમો ઝડપાયા

  • March 13, 2023 

દમણ પોલીસે પ્રદેશનાં અલગ-અલગ વિસ્તારમાં પાર્ક કરેલી બાઇકની ચોરી કરતી ગેંગના પાંચ ઈસમો ઝડપાયા હતાં. નાનીદમણ એરિયામાં રહેતા રાજેશકુમારે થોડા દિવસ અગાઉ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘરની બહાર પાર્ક કરેલી રોયલ એનફિલ્ડ બાઇક નંબર DD/03/J/7275ને કોઇ ચોરી ઇસમ ચોરી કરી ગયું છે. જોકે પોલીસે બાઇક ચોરીનો ગુનો નોંધી હાથ ધરેલી તપાસમાં CCTV ફૂટેજ મેળવ્યા હતા. આ ઉપરાંત વાહન ચોરીનાં આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.



જે બાતમી અને ટેકનીકલ સર્વેલન્સનાં આધારે પોલીસે પાંચ આરોપી દર્શન અને સુજલ (બંને રહે. ધેલવાડ-ડાભેલ), પ્રતિક (રહે.સોમનાથ-નાનીદમણ), આલમ (રહે.વરકુંડ) અને ડાભેલ સ્થિત ડીમાર્ટની સામે રહેતા નિરજની ધરપકડ કરી હતી. આમ, પોલીસે વાહન ચોરીની આ ટોળકી પાસેથી બે બૂલેટ મળીને કુલ 6 બાઇક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application