વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણથી દારૂની હેરાફેરી કરવા બુટલેગર હવે મોંઘીઘાટ કારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેથી ગતરાત્રીનાં બૂટલેગરો દમણથી એક ઓડી કારમાં દારૂનો જથ્થો ભરી નીકળ્યાં હતા, જેની માહિતી વલસાડની LCB થતાં પોલીસે હાઈવે પર એપીકલ હોટલ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન કાર આવતા પોલીસે રોકતા ચાલકે પૂરઝડપે કાર હંકારી મૂકી હતી. જેનો પોલીસે ફિલ્મી ઢબે 15થી 18કિમી સુધી પીછો કરી કારને ઝડપી પાડી હતી.
આમ, LCBની ટીમે બાતમીનાં આધારે ખડકી એપીકલ હોટલ સામે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવવાનો ઈશારો કરતાં કાર ચાલક કારને પૂરઝડપે હંકારી લઈ ગયો હતો. જેનો LCB પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતાં કાર ચાલકે પારડી દમણી ઝાંપાનો બ્રિજ નીચે ઉતારી કારને યુ-ટર્ન મારી ખડકી તરફ ભગાવી હતી અને મોતીવાડાથી દમણ તરફ હંકારી હતી, જેનો પોલીસે સતત પીછો કર્યો હતો.
આ દરમિયાન સાંકડી ગલીમાં ભાગવા જતાં કાર ઝાડ સાથે અથડાઇ હતી. ત્યારે ચાલક કાર મૂકી ભાગવા નીકળતા પોલીસે કાર સાથે ઝડપી પાડ્યો હતો. આ કારમાથી પોલીસને અલગ બ્રાંડની દારૂની બોટલ નંગ 768 જેની કિંમત રૂપિયા 1,03,200/-નો જથ્થો હાથ લાગ્યો હતો અને રૂપિયા 15 લાખની ઓડી કાર અને દારૂ મળી 16 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો વિરલ રાજેશભાઈ પટેલ (રહે.દમણ, મરવડ) અને યશ બાબલો પટેલ (રહે.દમણ, મોટીવાંકડે) ભરાવી આપ્યો હોવાનું બહાર આવતા આ બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500