Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડિવાઇડર કુદાવી ગાડી બીજા ટ્રેક પર અથડાતા અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત

  • November 24, 2022 

ધરમપુરનાં વીરવલ દેસાઇ ફળિયા ખાતે રહેતા અને દમણ ડાભેલ ખાતે આવેલ પોલીશ શેટ પ્લાસ્ટિક પ્રા.લી.કંપનીમાં ઇકો કાર ચલાવી ઘર ગુજરાન ચલાવતા હિરેન ભગુબાઇ પટેલે ગતરોજ પારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, સવારે સાડા છ વાગે તેઓ ધરમપુરથી મીરાબેન, મીનાબેન અને સોનલબેન તેમજ મેહુલભાઇ શાંતિલાલ પટેલને પોતાની ઇકો કાર નંબર GJ/15/CA/9337માં બેસાડી ડાભેલની કંપનીમાં પહોંચાડવા નીકળ્યા હતા.



તે દરમિયાન પોણા આઠ વાગે બગવાડા ટોલનાકાની આગળ શુભમ રેસીડેન્સીની સામે વલસાડથી વાપી તરફ જતા માર્ગ ઉપરથી પસાર થતી વખતે મુંબઇથી વલસાડ તરફ આવી રહેલ ફોર વ્હીલનો ચાલક પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી ડિવાઇડર કુદાવી દઇ ઇકોની જમણી બાજુમાં વચ્ચેનાં ભાગે જોરથી ટક્કર મારી અકસ્માત કરતા મીરાબેન, મીનાબેન અને સોનલબેન તથા મેહુલભાઇને સ્થાનીકોએ ગાડીમાંથી બહાર કાઢ્યા હતા.




જોકે તમામ લોકોને ઇજા થતા તેઓ લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. તપાસમાં હ્યુન્ડાઇ વરના કાર નંબર MH/04/KD/9688નો ચાલક યશપાલ કાંતી જૈન (રહે.મુંબઇ, ભાયંદર વેસ્ટ)નાં હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ અકસ્માતમાં મીરાબેન ભરતભાઇ પટેલ (રહે.મરગમાળ રામકુંડ ફળિયા, ધરમપુર) નાનું સારવાદ દરમિયાન મોત થઇ જતા આરોપી કાર ચાલક સામે પારડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News