મોટીદમણનાં પરિયારી સરકારી હાઇસ્કૂલમાં કોન્ટ્રકટ આધારિત ડ્રોઈંગ શિક્ષકને શાળાની વિદ્યાર્થીનીઓ સાથે છેડછાડ કરવાના વિરુધ્ધમાં ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. જોકે ગત તા.26 નવેમ્બરનાં રોજ આરોપીની ધરપકડ કરાઈ હતી. જયારે શાળામાં બાથરૂમ જતી વિધાર્થીનીની પાછળ જઇને શારીરિક અડપલાં કરતા મામલો પ્રકાશમાં આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, મોટી દમણનાં પરિયારી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા દ્વારા મોટીદમણ કોસ્ટલ પોલીસને જાણ કરવામાં આવી હતી કે, પરિયારી ઉચ્ચ પ્રાથમિક શાળાના અલ્કેશ ભગુભાઈ પટેલ, પાર્ટ ટાઈમ ઈન્સ્ટ્રક્ટર (ડ્રોઈંગ), અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે અયોગ્ય રીતે સ્પર્શ કરી ગેરવર્તન કરતો હતો.
જેના વિરોધમાં મોટી દમણ પોલીસ દ્વારા કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો જેથી અલ્કેશ ભગુભાઈ પટેલ, પાર્ટ ટાઈમ ઈન્સ્ટ્રક્ટર (ડ્રોઈંગ) વિરુદ્ધ IPC ધારા-354, 354A, 354D,509 અને પોક્સો એક્ટ અંતર્ગત મોટી દમન પોલીસ સ્ટેસનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. કોસ્ટલ પોલીસે ચિત્રકામના શિક્ષક અલકેશ ભગુભાઇ પટેલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500