Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : મોબાઇલ અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થનાર 5 આરોપીઓ પોલીસ પકડમાં

  • December 09, 2022 

વાપીનાં ભડકમોરા વિસ્તારમાં રહેતા બે મિત્ર દમણ ફરવા માટે ગયા હતા. દમણથી પરત ફરતી વખતે નાની દમણમાં બાઇક અને મોપેડ ઉપર આવેલા 5 અજાણ્યા ઇસમોએ બંને મિત્રને મારમારીને ધમકાવી તેમની પાસેથી મોબાઇલ અને રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. જોકે આ કેસમાં દમણ પોલીસે બે સગીર સહિત 5 આરોપીની ધરપકડ કરી છે. વાપી ભડકમોરામાં રહેતા કેદાર મંડલ તેમના મિત્ર સાથે ગત તા.27મી નવેમ્બરે દમણ ફરવા માટે આવ્યા હતા. તેમજ સાંજે તેઓ દમણથી પરત વાપી જઈ રહ્યા હતા. ત્યારે મોપેડ અને બાઈક પર આવેલા પાંચ અજાણ્યા ઇસમોએ મારમારીને અપહરણ કરી ત્રણ મોબાઇલ અને 1400 રૂપિયા રોકડાની લૂટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે કેદાર મંડલે નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.




પોલીસે ફરિયાદનાં આધારે IPC 323, 341, 292, 365, 411 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને ફરિયાદીનાં વર્ણન મુજબ આરોપીની ધરપકડ કરવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા. તપાસમાં પોલીસે બે સગીર સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે નાની દમણનાં દિલીપ નગરમાં રહેતો 22 વર્ષીય કરણ રમેશ સિંદે, ખારીવાડમાં રહેતો 19 વર્ષીય આકાશ વિજય હળપતિ તથા ખારિવાડમાં જ રહેતો 22 વર્ષીય ચિરાગ કિશન મકવાણાની ધરપકડ કરી હતી. આમ, પોલીસે લૂંટેલા ત્રણ મોબાઇલ, 1400 રોકડા રૂપિયા તથા 2 બાઇક કબજે લઇ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application