ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે રહેતા યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પંથકમાં ચકચાર મચી હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ચિતલદા ગામે રહેતા સ્નેહલભાઈ મનજીભાઇ વસાવા (ઉ.વ.23) નાઓએ રાત્રિ દરમિયાન તેમના કાકા ગંભીરભાઈ કાથુડીયાભાઈ વસાવાના ઘરમાં પંખા સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.
જોકે, ગામમાં લગ્નનો પ્રસંગ હતો જેથી મરણ જનાર યુવક તેની માતા કોકીલાબેન અને ઘરના સભ્યો સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યાંથી રાત્રે બાર વાગ્યે પરિવાર પરત ફર્યુ હતું સ્નેહલ તેના કાકાના ઘરે સુવા માટે ગયો હતો. ત્યારબાદ મળસ્કે ચાર કલાકે આ યુવકે આત્મહત્યા કરી લીધી હતી. બીજી તરફ લગ્ન માંથી પરત ઘરે આવેલા શારદાબેન ગંભીરભાઈ વસાવાએ ઘરનો દરવાજો ખટખટાવ્યો હતો.
પરંતુ દરવાજો નહીં ખોલતા તેમણે બારી ખોલીને જોતા યુવક સ્નેહલને ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો તેમણે પરિવારજનોને આ બાબતની જાણ કરી હતી. ત્યારબાદ ગામના સરપંચએ આ ઘટના અંગે ઉમરપાડા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજો લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500