Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાથબ ગામે બાઈક પરથી નીચે પટકાતા યુવકનું મોત

  • April 22, 2025 

ભાવનગરનાં હાથબ ગામે રહેતા બે કૌટુંબિક ભાઈઓ બાઈક પર ભડભીડીયા ગામે જતા હતા તે દરમિયાન રસ્તામાં બમ્પ આવી જતા પાછળ બેઠેલા યુવાન રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું મોત થયું હતું. મળતી વિગત મુજબ, હાથબ ગામની વાડી વિસ્તારમાં રહેતા ભોળાભાઈ હરદાસભાઇ બારૈયા તેમના કૌટુંબિક ભાઈ રમેશભાઈ ગીગાભાઈ બારૈયા સાથે બાઈક લઈને હાથબ ગામેથી ભડભીડીયા ગામ તરફ જતા હતા.


તે દરમિયાન હાથબ ગામ નજીક રસ્તામાં બમ્પ આવતા રમેશભાઈનું મોટરસાયકલ અનબેલેન્સ થઈ ગયું હતું જેના કારણે અને પાછળ બેસેલાં ભોળાભાઈ મોટરસાયકલ પરથી રોડ ઉપર પટકાયા હતા, તેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે ચકાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મૃતકના ભાઈ અરજણભાઈએ કૌટુંબિક ભાઈ વિરૂદ્ધ પુરઝડપે અને બેફરકરાઈથી વાહન ચલાવી તેમના ભાઈને વાહનમાંથી નીચે પછાડી મોત નિપજાવ્યાની ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application