વડોદરા સયાજીગંજ પી.આઈ.ની સીધી દોરવણી હેઠળનાં વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગમા સર્વેલેન્સ સ્કોડના સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન બાતમી મળેલ કે, કલ્યાણનગર વુડાના મકાન સી/4 પાસે આવેલ કપાઉંન્ડ હોલ નજીક પાર્કીંગની ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો પાના તથા રૂપિયા વડે હારજીતનો જુગાર રમે છે.
જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા કપાઉન્ડ હોલ નજીક પાર્કીંગની ખુલ્લી જગ્યામા ગોળ કુંડાળુ વળી પાના વડે રૂપિયાનો હારજીતનો જુગાર રમી રમાડતા હોય જે તમામને પકડી સયાજીગંજ પોલીસ મથકે જુગારધારા કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. જેમાં પકડાયેલ ઇમ્તીયાજ વાહીદમીયા શેખ, હનીફ મકીર મંસુરી, સમીર સલીમ શેખ, હુસેન જાફર શેખ, ઇરફાન ગુલામહુસેન શેખ, ગ્યાસુદ્દીન નજીર બેલીમ, જુનેદ બશીર બેલીમ, અને ધ્રુવ મહેશ કહારનાઓને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500