મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : વ્યારાનાં ખોડતળાવ ગામનાં સબસીડી ફળિયાનાં ગૌચરવાળી ઝાડી ઝાંખરામાંથી દારૂનાં જથ્થા સાથે બે યુવકો ઝડપાયા હતા, જયારે બે ઈસમોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, કાકરાપાર પોલીસ સ્ટાફનાં માણસો સરકારી તથા ખાનગી વાહનમાં બેસી બુધવારનાં રોજ પ્રોહી. અંગેની રેઈડમાં નીકળેલ હતા. તે દરમિયાન બે યુવકો ખોડતળાવ ગામનાં સબસીડી ફળિયાનાં ગૌચરવાળી ઝાડી ઝાંખરામાં બેસેલ હતા.
જોકે બંને યુવકો પોલીસની રેઈડ જોઈ ભાગવા જતા પોલીસ સ્ટાફનાં માણસોએ બંને યુવકોને ઝાડી ઝાંખરામાંથી પકડી પાડ્યા હતા. ત્યારબાદ બંને યુવકોનાં નામ પૂછતા પહેલા યુવકે પોતાનું નામ રોશનભાઈ વીરાભાઇ ચૌધરી (ઉ.વ.20, રહે.રતનિયા ગામ, આમલી ફળિયુ, તા.માંડવી) જ્યારે બીજાનું નામ જયેશભાઈ જગદીશભાઈ ગામીત (ઉ.વ.26, રહે.રતનિયા ગામ, નિશાળ ફળિયું, તા.માંડવી)ના હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે બંને યુવકોને સાથે રાખી ખોડતળાવ ગામનાં સબસીડી ફળિયાનાં ગૌચરવાળી ઝાડી ઝાંખરામાંથી બે પ્લાસ્ટિકનાં કોથળા તેમજ દેશી દારૂની સુગંધી સંત્રાના બોક્ષ નંગ-2, તેમજ એક હેવડરસ 5000 ખાખી બોક્ષ-1 તથા એક બ્લેક DSP ખાખી પુંઠાનાં બોક્ષ નંગ-1 વગરે સંતાડી રાખેલ મળી આવેલ હતા અને દારૂની હેરાફેરી કરવા માટે રાખેલ હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઈક નંબર GJ/05/EL/5491 અને સુઝુકી કંપનીની એક્સીસ 125 નંબર GJ/19/BF/3747 પણ મળી આવ્યા હતી.
જયારે પોલીસે મુદ્દામાલ આપનાર દીપુભાઈ (રહે.સોનગઢ) અને એક નંબર વગરની સફેદ કલરની ફોર વ્હીલનો ચાલક જેના નામ ઠામની ખબર નથી જેઓને વોન્ટેડ જહર કરવામાં આવ્યા છે. આમ પોલીસે સ્પ્લેન્ડર બાઈક જેની કિંમત રૂપિયા 15,000/- અને એક્સીસ મોપેડ 25,000/- તેમજ ભારતીય બનાવટની કુલ 456 નંગ બોટલો જેની કુમાત રૂપિયા 26,400/- મળી પોલીસે કુલ રૂપિયા 66,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી વિપુલભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ બંને યુવકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં વ્યો હતો, જયારે બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500