મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : સોનગઢનાં નાના કાકડકુવા ગામની સ્કુલ પાસેનાં રોડ ઉપરથી દારૂનું વહન કરતો કાર ચાલક અને પાયલોટીંગ કરતો મોપેડ ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ચાંપાવાડી ગામથી ટોકરવા ગામ તરફથી એક સફેદ કલરની કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને તથા તેની આગળ પાયલોટ તરીકે એક મરૂન કલરની એક્ષેસ બાઈક છે.
જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો નાના કાકડકુવા ગામની સ્કુલ પાસેનાં રોડ ઉપર છુટા છવાયા વોચમાં હતા. તે દરમિયાન ચાંપાવાડી ગામથી ટોકરવા ગામ તરફથી આવતાં રોડ ઉપર બાતમીવાળી પાયલોટ બાઈક નંબર GJ/26/AD/9615ને ખાનગી આડાશ કરી રોકી હતી અને થોડી જ વારમાં બાતમીવાળી કાર નંબર GJ/26/A/0070ને પણ ખાનગી આડાશ કરીને રોકી ચાલકની પકડી લીધો હતો. ત્યારબાદ પોલીસે વગર પાસ પરમિટે કારમાં તપાસ કરતા સીટનાં ભાગે તથા પાછળનાં ભાગે મુકેલ ઈંગ્લીશ દારૂની પેટીઓ મળી આવી હતી અને પાયલોટની મોપેડ બાઈકની ડીકીમાં ચેક કરતા ઈંગ્લીશ દારૂની છૂટી બાટલીઓ મળી આવી હતી.
જોકે પોલીસે બંનેનું નામ પૂછતા મોપેડ ચાલકનું તેણે પોતાનું નામ અનીલ ઉર્ફે કાણીયો વિનોદભાઈ ઢોડિયા (રહે.સિંગી ફળિય, વ્યારા) અને કાર ચાલકનું નામ નીતીન અરવિંદભાઈ વળવી (રહે.ઉચ્છલ, નવા ફળિયું)નાં હોવાનું જણાવ્યું હતું, જયારે દારૂનો મુદ્દામાલ ભરાવી આપનાર નવાપુર ખાતેનો વિકાસ ઉર્ફે વિક્કી વળવીને અને દારૂ મંગાવનાર મયુર (રહે.ઉનાઈ,વાંસદા, જિ.નવસારી) નાઓને સદર ગુના અંગે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આમ, પોલીસે કાર, મોપેડ વિદેશી દારૂ અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 3,14,400/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારી સંદીપભાઈ રાઉતની ફરિયાદનાં આધારે ઝડપાયેલા બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500