મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ગુરુવારના રોજ મળેલ બાતમીના આધારે બે અલગ અલગ બનાવમાં વગર પાસ પરમિટે દેશી દારૂની ભટ્ટી ચલાવી તેમજ દેશી દારૂનું વેચાણ કરનાર મહિલા, હીનાબેન રાજેન્દ્રભાઈ ગામીત (રહે.ચીમકુવા ગામ, દેવળ ફળિયું, સોનગઢ) અને લલીતાબેન વસંતભાઈ ગામીત (રહે.ચીમકુવા ગામ, પારસી ફળિયું, સોનગઢ) નાંઓને ઝડપી પડી હતી.
ત્યારબાદ બંને મહિલાના ઘરના પજારીનાં ભાગેથી દેશી દારૂ ગાળવાની ભટ્ટી અને દેશી દારૂ બનાવા માટેનું ગોળ મહુડાનું ગરમ તથા ઠંડુ રસાયણ, એલ્યુમિનિયમનો મોટો હાંડલો અને પિત્તળની દેગડી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે દેશી દારૂ બનાવા માટે ગોળ-મહુડો પૂરો પાડનાર મિરાજી કેશવભાઈ ગામીત (રહે.ખેખડા ગામ, દેવલ ફળિયું, તા.નવાપુર, જિ,નંદુરબાર, મહારાષ્ટ્ર)નાંને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે બંને મહિલા વિરુધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500