મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ચાંપાવાડી ગામનાં મેઈન રોડ પાસે જાહેરમાંથી લક્કડકોટ તરફથી દેશી તથા વિદેશી દારૂ લઈ આવનાર એક ઈસમ અને પાયલોટીંગ કરનાર એક ઈસમને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો શુક્રવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહી. ગુના અંગે પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રનાં લક્કડકોટ તરફથી ચાંપાવાડી ગામનાં મેઇન રોડ તરફ એક બાઈક સવાર પોતાની બાઈકનાં આગળનાં ભાગે તથા બાઈકની ડીકીમાં દારૂ ભરી લાવનાર છે અને તેની બાઈકની આગળ એક બાઈકનો ચાલક પાયલોટિંગ કરનાર છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો મહારાષ્ટ્રનાં લક્કડકોટ તરફથી ચાંપાવાડી ગામનાં મેઇન રોડ પાસે છૂટા છવાયા વોચમાં ઉભા હતા.
તે દરમિયાન મહારાષ્ટ્રનાં લક્કડકોટ તરફથી ચાંપાવાડી ગામનાં મેઇન રોડ તરફ એક બાઈક નંબર GJ/26/M/1407 આવતા તેને લાકડીના ઇશારે સાઈડમાં ઊભી કરાવી હતી અને તે બાઈક ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, દિલીપભાઈ મૂલ્યાભાઇ ગાવીત (રહે.લક્કડકોટ ગામ, તા.નવાપુર, જી.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ થોડા સમયમાં એક સુઝુકી કંપનીની એક્સેસ 125 મોપેડ બાઈક નંબર GJ/26/AC/4700 આવતા જોઈ તેને પણ સાઈડમાં ઊભી કરી બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, રમેશભાઈ જેઠીયાભાઈ ગામીત (રહે.ટોકરવા ગામ, દાદરી ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે બાઈકનાં આગળના ભાગે મુકેલ કાપડની થેલીમાં અને ડીકીમાં તપાસ કરતા વગર પાસ પરમીટે દેશી તથા વિદેશી દારૂની કુલ 54 નંગ બોટલો મળી આવી હતી. આમ, પોલીસે 2 બાઈક, 2 નંગ મોબાઈલ અને અલગ અલગ બ્રાંડની દારૂની બોટલો મળી કુલ રૂપિયા 71,500/-નાં મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલા બંને ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500