Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ પોલીસે જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી, 3 જુગારીઓ વોન્ટેડ

  • August 06, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ તાલુકાનાં કેલાઈ ગામમાં અને ટોકરવા ગામમાં દુકાનનાં ઓટલા ઉપર જુગાર રમતા 12 જુગારીઓ પોલીસ રેઈડમાં ઝડપાઈ ગયા હતા, જયારે 3 જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.


તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, કેટલાક ઈસમો નીચે બેસી ગોળ કુંડાળું કરી પૈસા પાના વત્તી હારજીતનો જુગાર રમે છે. જે બાતમીનાં આધારે સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસોએ શુક્રવારનાં રોજ સોનગઢનાં કેલાઈ ગામનાં દેવળ ફળિયામાં રમણભાઈ રંગજીભાઈ ગામીત નાઓની દુકાનનાં ઓટલા પર જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જયારે ત્રણ જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.


આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સધાનોસાહિત કુલ રૂપિયા 1,310/-નાં મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે સોનગઢ પોલીસે શનિવારનાં રોજ સોનગઢનાં વડપાડા-ટોકરવા ગામનાં નદી ફળિયામાં વડપાડા ચોકડી પાસે આવેલ દુકાનનાં ઓટલા પરથી જુગાર રમતા નવ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે દાવ પરના રૂપિયા તથા જુગાર રમવા માટે હાથ પર ઉપર રાખેલ રૂપિયા અને જુગાર રમવાનાં સાધનો મળી કુલ રૂપિયા 6,040/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ત્રણ જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.




જુગાર રમતા ઝડપાયેલ 12 જુગારીઓ...

1.રોહિત પુનાભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, પીપળા ફળિયું, સોનગઢ),

2.સંજય બુખિયાભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

3.શૈલેશ મનાભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

4.ઈલેશ ઉકાજીભાઈ ગામીત (રહે.વડપાડા, પ્ર.ઉમરદા ગામ, નદી ફળિયું, સોનગઢ),

5.મિતુલ અર્જુનભાઈ ગામીત (રહે.વડપાડા, પ્ર.ઉમરદા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

6.હરેશ પોહલાભાઈ ગામીત (રહે.વડપાડા, પ્ર.ઉમરદા ગામ, દાદરી ફળિયું, સોનગઢ),

7.સંજય અશ્વિનભાઈ ગામીત (રહે.વડપાડા, પ્ર.ઉમરદા ગામ, નદી ફળિયું, સોનગઢ),

8.ગમન બાબુભાઈ ગામીત (રહે.વડપાડા, પ્ર.ઉમરદા ગામ, પારસી ફળિયું, સોનગઢ),

9.ચંદ્રકાંત કિરણભાઈ ગામીત (રહે.વડપાડા, પ્ર.ઉમરદા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),

10.ભગુ લાલજીભાઈ ગામીત (રહે.વડપાડા, પ્ર.ઉમરદા ગામ, નદી ફળિયું, સોનગઢ),

11.પ્રિયંક મોતીલાલભાઈ ગામીત (રહે.વડપાડા, પ્ર.ઉમરદા ગામ, નદી ફળિયું, સોનગઢ) અને

12.બાકેશભાઈ ઠાકોરભાઈ ગામીત (રહે.વડપાડા, પ્ર.ઉમરદા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ).


વોન્ટેડ ત્રણ જુગારીઓ...

1.વોન્ટેડ રમણ રંગજીભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, દેવળ ફળિયું, સોનગઢ),

2.વોન્ટેડ ઉમેશ જેકાભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, નિશાળ ફળિયું, સોનગઢ) અને

3.વોન્ટેડ સલીમ દેવજીભાઈ ગામીત (રહે.કેલાઈ ગામ, નિશાલ ફળિયું, સોનગઢ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application