વ્યારાનાં તાડકુવા ખાતેની સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર વ્યારા દ્વારા તારીખ 17/02/2023નાં રોજ પ્રથમ વર્ષ બી.એચ.એમ.એસ. વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ નવા વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતા સાથે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત આચાર્ય ડો. જ્યોતિ રાવએ સરસ્વતી વંદના અને દીપ પ્રગટાવ્યા અને સ્વાગત પ્રવચન કર્યું હતું.
ડો.અજયભાઈ દેસાઈએ ટ્રસ્ટની સમગ્ર પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. જયારે દક્ષેશભાઈ શાહએ વહીવટી કાર્યવાહી અંગેની માહિતી આપી હતી. ડો.ભાવિન મોદીએ કોલેજ અને શૈક્ષણિક અભ્યાસક્રમ રજૂ કર્યા હતા. ડો.મીના કાલરાએ કાળીદાસ હોસ્પિટલ અને તેની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો હતો. ડો.સ્વપ્નિલ ખેંગાર કોલેજની રમત-ગમતને લગતી પ્રવૃત્તિઓ રજૂ કરી અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઝલક બતાવી હતી. ડો.ઘનશ્યામ રાવલએ અસ્ભુત પ્રેરક વક્તવ્ય આપ્યું હતું.
ચતુર્થ વર્ષ બી.એચ.એમ.એસ. કોલેજની વિદ્યાર્થીની પ્રિયંકા ઉપાધ્યાયને તેણીની સહ અભ્યાસક્રમની સિદ્ધિઓ બદલ કોલેજ અને ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. ડો.ઘ્રુણી ગળવીએ આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન ડો.અંજલિ સિંધીએ કર્યું હતું. કોલેજનાં પ્રિન્સિપાલે કાર્યક્રમની ભવ્ય સફળતા માટે કોલેજના સહાયક સ્ટાફ સહિત તમામ પ્રવૃત્તિ સમિતિના સભ્યોની પ્રશંસા કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500